હાલ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી શિવ ભક્તો કરી રહ્યા છે. જેને પગેલ રામેશ્વર મહાદેવધામ દ્વારા આ આખો શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓના દુગ્ધાભિષેક માટેના શિવને દૂધનો પ્રતિક અભિષેક બાદ વધેલું દૂધ એકત્ર કરી, જરૂરીયાતમંદ લોકોમાં વિતરણ કરાયું છે. જેમાં બે દિવસમાં કુલ 60 લીટર દૂધનું બાળકો, સગર્ભા મહિલા, વૃદ્ધો અને પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
બે દિવસમા કુલ 60 લીટર દૂધનું વિતરણ કરાયું છે.
આ અંગે મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું હતું કે, શ્રાવણ માસના બે દિવસમા કુલ 60 લીટર દૂધનું વિતરણ જામનગર રોડ, રૈયા ધાર, મુંજકા, માધાપર રોડ ઉપર ઝુંપડપટ્ટીમાં વસતા લોકોમાં કરવામાં આવ્યું હતું. માનવતાલક્ષી અભિગમને સાર્વત્રિક ટેકો સાંપડયો હતો. મહાદેવધામમાં પાંચમા વર્ષે માનવીય અભિગમની શ્રદ્ધાળુઓએ કદર કરી હતી.
શ્રદ્ધાળુઓનો સિંહ ફાળો છે
ઉલ્લેખનીય છે કે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા 6 સપ્ટેમ્બર સુધી જરૂરીયાતમંદ લોકોમાં દૂધનું વિતરણ કરાશે. આ કાર્યમાં શ્રદ્ધાળુઓનો સિંહ ફાળો છે. જીવનનગર સ્થિત મંદિરમાં માનવતા કેન્દ્ર સ્થાને છે. ધાર્મિક, સેવાકીય, રાષ્ટ્રીય ત્યૌહાર કાર્યક્રમો પ્રેરણા સ્તોત્ર સાબિત થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.