તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:રામકૃષ્ણ આશ્રમ દર્દીઓને ફ્રી ઓક્સિજન કીટ આપશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હેલ્પલાઇન, કાઉન્સેલિંગ સહિતનાં આયોજન

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી જણાવે છે કે, આશ્રમ દ્વારા દર્દીઓ માટે ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ, ઑક્સિજન સિલિન્ડર અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા માટે ઑક્સિમીટર વગેરેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે વીસ હજાર રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ અને ઓક્સિમીટર માટે 500/- રિફંડેબલ ડિપોઝિટ અને એની સાથે ડોક્ટર તરફથી મળેલું કોરોના પોઝિટિવ સર્ટિફિકેટ, આધારકાર્ડની નકલ, મોબાઈલ નંબર અને સ્વીકૃતિ-પત્રક આપવાનું રહેશે. આ સેવાના લાભ માટે મોબાઈલ નંબર 77789 52075 પર સંપર્ક કરવાનો રહેશે. તણાવ, ભય અને અસ્વસ્થતા વગેરેથી પીડિત લોકોને સલાહ માટે બહેનો માટે 95865 39409, ભાઇઓ માટે 94092 59576 હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

હોમ કવોરન્ટાઇન દર્દી માટે પરમ ટિફિન સહાય યોજના
રાજકોટ જૈન સમાજની શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ અને જૈનમ ટિફિન દ્વારા હોમ કવોરન્ટાઈન દર્દીઓ માટે પરમ ટિફિન સહાય યોજના શરૂ કરાઇ છે. જેમાં હોમ કવોરન્ટાઈન દર્દીઓને તેના ઘરે જઈને ટિફિન પહોંચાય છે. આ ટિફિન બપોરે અને સાંજે એમ બે વખત પહોંચાડાય છે. લાભ લેવા સુજીત ઉદાણી 98246-50501 પર સંપર્ક સાધવાનો રહેશેે.

અન્ય સમાચારો પણ છે...