સૌરાષ્ટ્રના હજારો શિક્ષકો રસ્તા પર ઉતર્યા:રાજકોટમાં રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઈ, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ20 દિવસ પહેલા
સૌરાષ્ટ્રભરમાંથી શિક્ષકો એકત્ર થઈ રાજકોટમાં એકત્ર થઈ મહારેલી યોજી.

જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગ સાથે આજે સૌરાષ્ટ્રભરના શિક્ષકો અને સરકારી કર્મચારીઓ રાજકોટમાં એકત્ર થયા હતા. બાદમાં રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઈ હતી. જેમાં હજારો શિક્ષકો અને સરકારી કર્મચારીઓ જોડાયા હતા. રેલીમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્રણ વખત સરકાર સાથે બેઠક કરી છતાં કોઈ ઉકેલ ન આવતા આજે રાજકોટમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો.
હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો.
રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઇ.
રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઇ.

અમારી માગણીને રેવડી સાથે સરખાવનારને જવાબ આપીશું
સૌરાષ્ટ્રના સાત જિલ્લાના ચારથી પાંચ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છનો સમાવેશ થાય છે. વોટ ફોર ઓપીએસના બેનરો સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જૂની પેન્શન યોજના સહિતની કુલ 15 માગ સાથે કર્મચારીઓએ રેલી યોજી હતી. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે લોકો અમારી માગણીને રેવડી સાથે સરખાવે છે તેને જવાબ આપીશું. અન્ય રાજ્યોની જે પાર્ટી ઓપીએસ લાગુ કરશે કર્મચારીઓ ચૂંટણીમાં તેની સાથે રહેશે.

સૌરાષ્ટ્રના 7 જિલ્લામાંથી કર્મચારીઓ રેલીમાં ઉમટી પડ્યા.
સૌરાષ્ટ્રના 7 જિલ્લામાંથી કર્મચારીઓ રેલીમાં ઉમટી પડ્યા.

CPFમાં એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા જટિલ
સરકારી કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 2000ના વર્ષ પછી નોકરીએ લાગેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખૂજ જ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. સરકારી કર્મચારીઓ 30-35 વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત્ત થાય છે. ત્યારબાદ એમના ઘડપણના સહારારૂપે જૂની પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને એકાઉન્ટ ખુલવામાં પણ ખૂબ જ સમય લાગે છે.

અંદાજે ચારથી પાંચ હજાર કર્મચારીઓ મહારેલીમાં જોડાયા.
અંદાજે ચારથી પાંચ હજાર કર્મચારીઓ મહારેલીમાં જોડાયા.

સાતમા પગારપંચ મુજબ ભથ્થા આપો
આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતા હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે તે માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની અને જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટ તમામ કર્મચારીઓ અને માગણી છે. તેમજ મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 પે-ગ્રેડ અને તમામ કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ ભથ્થા અને HTAT મુખ્ય શિક્ષકોના વિવિધ પ્રશ્નો ઉકેલવા માગ કરાઇ છે. આજે રાજકોટના બહુમાળી ભવન સામે ફન વર્લ્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઇ હતી.

વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ કર્યો.
વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ કર્યો.
અન્ય સમાચારો પણ છે...