વિનંતી:રાજકુમાર કોલેજે ઉઘરાણા બંધ કરી છ મહિના માટે ફી ઘટાડવી જોઈએઃ માંધાતાસિંહ જાડેજા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંધાતાસિંહ જાડેજા - ફાઇલ તસવીર - Divya Bhaskar
માંધાતાસિંહ જાડેજા - ફાઇલ તસવીર
  • સેક્રેટરીને પાઠવેલા પત્રમાં છ મહિના ફી નહીં ઉઘરાવવા તાકીદ કરી
  • રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ કોલેજને પત્ર લખ્યો

કોરોનાને પગલે લોકો ઘરમાં પૂરાયા છે, ધંધા રોજગાર બંધ છે, શાળા કોલેજ બંધ છે, ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી હાલના સંજોગોમાં ફીના ઉઘરાણા કરવા નહીં તેવી સરકારે તાકીદ કરી છે તેમ છતાં રાજકોટની રાજકુમાર કોલેજ દ્વારા ફી ભરપાઇ કરવા અંગે વાલીઓને ફોન અને પત્ર શરૂ થયા હતા, આ અંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ રાજકુમાર કોલેજના સેક્રેટરી સહિતનાને પત્ર પાઠવી સંસ્થા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો થતો હોવાની તાકીદ કરી ફીના ઉઘરાણા નહીં કરવા તેમજ છ મહિના સુધી ફી નહીં વસૂલવાનું અને ફીમાં ઘટાડો કરવા પણ સૂચન કર્યું હતું.

છ મહિના સુધી ફીમાં ઘટાડો કરવા સૂચન
માંધાતાસિંહ જાડેજાએ રાજકુમાર કોલેજના સંચાલક જેતપુરના મહિપાલસિંહ વાળા અને સંસ્થાના સેક્રેટરી શંકર અધિકારીને પત્ર પાઠવ્યો હતો. પત્રમાં જણાવાયું હતું કે, ગુજરાત સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઅોને આ વર્ષે ફીમાં વધારો નહીં કરવા, છ માસ સુધી ફીની ઉઘરાણી પણ નહીં કરવા અને કોઇ સ્ટાફને છૂટા નહીં કરવા આદેશ કર્યો છે ત્યારે રાજકુમાર કોલેજ નિયમોનો ઉલાળિયો કરીને ફીના ઉઘરાણા કરે છે ફી ભરપાઇ કરવા વાલીઓને ફોન કરી રહ્યા છે તે અયોગ્ય છે. માંધાતાસિંહે એવું પણ સૂચન કર્યું હતું કે, સંસ્થાએ છ મહિના સુધી વર્તમાન ફીમાં પણ ઘટાડો કરી દેવો જોઇએ. જેથી વાલીઓ પર વધારાનો કોઇ બોજ ન આવે.

અન્ય સમાચારો પણ છે...