જાજરમાન જાનનું ટેકઓફ:રાજકોટના યુવા ઉદ્યોગપતિ જય ઉકાણીની જાનનું રાજકોટ એરપોર્ટ પરથી વાજતેગાજતે પ્રસ્થાન, ઢોલ-નગારાં અને ડીજેની રમઝટ

રાજકોટ2 મહિનો પહેલા
  • 4 કિલો 280 ગ્રામની લગ્નની કંકોત્રી, 7 કાર્ડમાં 3 દિવસના લગ્નના ફંક્શનની ઝાંખી
  • 14-15 અને 16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે લગ્ન યોજાશે
  • બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં

રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. ત્યારે આજે સવારે 8:30 વાગ્યે આ જાજરમાન લગ્નની જાનદાર જાનનું રાજકોટ એરપોર્ટ પરથી વાજતેગાજતે પ્રસ્થાન થયું હતું. એમાં ઈન્ડિગોના 78 સીટર પ્લેને જાનૈયાઓને જોધપુર લઈ જવા ટેકઓફ કર્યું હતું, જ્યાં ઢોલ-નગારાં અને ડીજેની રમઝટ બોલાવવામાં આવી હતી.

જાનદાર જાનનું રાજકોટ એરપોર્ટ પરથી વાજતેગાજતે પ્રસ્થાન થયું.
જાનદાર જાનનું રાજકોટ એરપોર્ટ પરથી વાજતેગાજતે પ્રસ્થાન થયું.
રાજકોટ એરપોર્ટ પરથી જાનૈયા જોધપુર રવાના થયા.
રાજકોટ એરપોર્ટ પરથી જાનૈયા જોધપુર રવાના થયા.
રાજકોટ એરપોર્ટ પર ઢોલ-નગારાં અને ડીજેની રમઝટ બોલાવવામાં આવી.
રાજકોટ એરપોર્ટ પર ઢોલ-નગારાં અને ડીજેની રમઝટ બોલાવવામાં આવી.

186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ
ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઇ ચાર્ટર પ્લેનમાં જોધપુર જવા રવાના થયા છે. આ ઉપરાંત અન્ય મહેમાનો માટે પણ ઈન્ડિગો અને સ્પાઈસજેટનાં બે ચાર્ટર પ્લેન અને એક એર બસ બુક કરવામાં આવી છે. એ અંતર્ગત આજે તા.13ને શનિવારે સવારે 8:30 વાગ્યે ઈન્ડિગોનું 78 સીટર ચાર્ટર પ્લેન રાજકોટથી જોધપુર માટે ટેકઓફ થયું છે. જ્યારે બીજા દિવસે, એટલે કે આવતીકાલે રવિવારે તારીખ 14મીએ સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સિટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ મહેમાનોને લઈને ઉડાન ભરશે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં.

રાજસ્થાનના જોધપુરમાં ઉમેદભવન પેલેસમાં લગ્ન
આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે, જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. ઉલ્લેખનીય છે કે બૉલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં.

જાજરમાન લગ્નની રજવાડી કંકોત્રી
આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યાં છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હોટલ ઉમેદભવન પેલેસની ગણના ભારતની મોંઘી હોટલમાં થાય છે (ફાઈલ તસવીર).
હોટલ ઉમેદભવન પેલેસની ગણના ભારતની મોંઘી હોટલમાં થાય છે (ફાઈલ તસવીર).

આ એક ડેસ્ટિનેશન વેડિંગ છે
આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થયું છે. જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાનારા આ જાજરમાન લગ્ન સમારોહમાં ત્રણ દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે.

રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે
રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે અને ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે. એમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે તેમજ રાત્રિના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપવાના છે. 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.

આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવાયા છે
તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના એવા જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે.

હોટલ ઉમેદભવન પેલેસના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા (ફાઇલ તસવીર).
હોટલ ઉમેદભવન પેલેસના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા (ફાઇલ તસવીર).

કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે
લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘું છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.

ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો,કારણ કે એ ચિત્તર નામની ટેકરી પર આવેલો છે (ફાઈલ તસવીર).
ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો,કારણ કે એ ચિત્તર નામની ટેકરી પર આવેલો છે (ફાઈલ તસવીર).

હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું સાડાસાત લાખ
જોધપુરના ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટલ ગણવામાં આવે છે. અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીના રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંના હનિમૂન સ્યૂટનું ભાડું સાડાસાત લાખ પ્રતિ નાઈટ છે. ઉમેદભવન પેલેસ રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે.

ઉમેદભવનના પેલેસનો અમુક ભાગ તાજ હોટલને સંચાલન માટે આપવામાં આવ્યો છે (ફાઈલ તસવીર).
ઉમેદભવનના પેલેસનો અમુક ભાગ તાજ હોટલને સંચાલન માટે આપવામાં આવ્યો છે (ફાઈલ તસવીર).

આ પેલેસમાં 347 ઓરડા છે
આ પેલેસ 75 વર્ષ જૂનો છે. મહારાજા ઉમેદસિંહે 1929માં આ પેલેસ બનાવવાની શરૂઆત કરી હતી. 14 વર્ષ બાદ આ એ તૈયાર થયો હતો. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં 347 ઓરડા છે અને એ જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ 26 એકરની જમીનમાં પથરાયેલું છે, જેમાં 3.5 એકર પર મહેલ બંધાયેલો છે અને 15 એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને એના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો, કેમ કે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે – આરામદાયક વૈભવી હોટલ (1972થી) – તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય, જેમાં ચિત્રો, હથિયારો, તલવારો અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...