તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટમાં મતદારોમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. શહેરના વોર્ડ નં.3ના ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતા લોકો દ્વારા આજે મનપાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે. લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે.
પ્રાથમિક સુવિધા આપવાની માંગ
લોકોએ પહેલા પ્રાથમિક સુવિધા આપો તો જ મતદાન કરીએ તેવું જણાવ્યું હતું. પ્રાથમિક સુવિધા નહીં તો મતદાન નહીંની ચિમકી ઉચ્ચારી છે. રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો વર્ષોથી અભાવ છે. સતત બીજા દિવસે રાજકોટમાં મતદાનના બહિષ્કારની સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે.
ટાઉનશીપના લોકોએ નોટિસ બોર્ડ પર પોતાની સમસ્યા લખી
-સોસાયટી બન્યાના પાંચ વર્ષ થયા છતાં પાકો રોડ બન્યો નથી
-રોડ પર સ્ટ્રીટ લાઇટ નાખી હતી અને રસ્તા વચ્ચે થાંભલા નાખ્યા છે
-પાણીનો મેઇન વાલ્વ ગેઇટ વચ્ચે નાખ્યો છે
-ફ્લેટધાકરોને પાંચ વર્ષ થવા છતાં સબસીડીનો લાભ મળ્યો નથી
-રોડની સફાઇ થતી ન હોવાથી ગંદકી થાય છે
-સોસાયટીમાં સખત મચ્છરનો ઉપદ્રવ છે, મનપા દ્વારા દવાનો છંટકાવ કર્યો નથી
રાજકોટ જિલ્લામાં 435 સંવેદનશીલ અને 58 અતિ સંવેદનશીલ મતદાન મથક
રાજકોટ જિલ્લામાં 435 સંવેદનશીલ અને 58 અતિ સંવેદનશીલ મતદાન મથકનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ તાલુકામાં 59, લોધીકામાં 22, પડધરીમાં 27, કોટડાસાંગાણીમાં 23, ગોંડલમાં 15, જેતપુરમાં 69, ગોંડલ નગરપાલિકા હેઠળ 32, ધોરાજીમાં 34, ઉપલેટામનાં 37, જામકંડોરણામાં 30, જસદણમાં 58 અને વીંછિયામાં 39 બુથો સંવેદનશીલ જાહેર થયા છે. જ્યારે અતિ સંવેદનશીલમાં કોટડાસાંગાણી તાલુકામાં 32, જસદણમાં 6, વીંછિયામાં 20નો સમાવેશ થાય છે. આ વખતે બુથ ઉપર સીસીટીવી કેમેરા, વેબ કાસ્ટીંગ નથી અને ઘણા વિસ્તારો રાજકોટ શહેર જિલ્લામાં સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ ગણાય છે. તે જગ્યા પર વધુ પોલીસ ફોર્સ મુકાશે. હજુ કેટલી કંપની આવશે તે નક્કી નથી છે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.