વીજચોરોની ખેર નહીં:રાજકોટના શાપર-વેરાવળ, મેટોડા અને કુવાડવામાં 51 ટીમના સવારથી દરોડા, મોટી વીજચોરી પકડાવાની શક્યતા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજકોટ જિલ્લા સિવાય વીજતંત્રની 27 ટીમ ભુજમાં પણ ત્રાટકી હતી

રાજકોટ જિલ્લામાં ફરી એક વખત વીજચોરી પકડવા માટે વીજતંત્ર મેદાને આવ્યું છે. આજે શહે૨ની ભાગોળે આવેલા ઔદ્યોગિક વસાહતો ધરાવતા વિસ્તારોમાં મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના સુત્રોએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટીમો આજે રાજકોટ જિલ્લાનાં શાપ૨-વેરાવળ, મેટોડા તથા કુવાડવામાં ત્રાટકી હતી. પાંચ ગામોને ટાર્ગેટ બનાવીને 51 ટીમો દ્વારા સવા૨થી દરોડા કરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં વીજચોરી પકડાવવાની શંકા વ્યક્ત ક૨વામાં આવી ૨હી છે.

ભુજમાં આજે PGVCLની 27 ટીમ ત્રાટકી
રાજકોટ જિલ્લા સિવાય વીજતંત્રની 27 ટીમ ભુજમાં પણ ત્રાટકી હતી. ભુજ શહેરના બે ડઝનથી વધુ વિસ્તારોને નિશાન બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. ડાયરેક્ટ વીજ જોડાણથી માંડીને અનેક ગેરરીતિના કેસો બહાર આવ્યા છે.

અગાઉ ડ્રોનથી વીજ ચેકિંગ કર્યું હતું
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે બે મહિના પહેલા ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...