તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રાજકોટની સમરસ હોસ્ટેલ બની સિવિલ, 600 દર્દી દાખલ, રેમડેસિવિર પણ અપાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 બેડ વધારવા માટે પ્રયત્નો, 800 બેડની ક્ષમતા કરાશે, ખાનગી તબીબોની સેવા શરૂ થઈ

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે બેડની ભયંકર અછત વર્તાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઘણા દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. આ માટે બીજા વિકલ્પ તરીકે સમરસ ડીસીએચસી શરૂ કરાયું હતું પણ તેમા ઝડપથી બેડની સંખ્યા વધારતા જતા હવે સિવિલ હોસ્પિટલ જેટલા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. શુક્રવાર સાંજની સ્થિતિએ 600 દર્દી દાખલ હતા અને હજુ બેડ વધારવામાં આવી રહ્યા છે.

કલેક્ટર રૈમ્યા મોહને હોસ્પિટલ શરૂ કરવા સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન લાઈન નંખાવી હતી. રોજ એક એક માળમાં કામગીરી કરાવી બેડ વધારવા ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત ચરણસિંહ ગોહિલ અને વિરેન્દ્ર દેસાઈને જવાબદારી સોંપાઈ હતી. દરરોજ 50થી 60 બેડ વધારતા જતા હવે 110 બેડમાંથી 610 બેડ કરાયા છે જેમાંથી 600માં દર્દી દાખલ છે. હજુ 100 બેડ વધારાશે અને કુલ 800 બેડ સુધીની ક્ષમતા કરવા પ્રયત્ન કરાઈ રહ્યા છે.

સિવિલ બાદ હવે સમરસમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની સારવાર શરૂ કરી દેવાઈ છે તેમજ ઈન્ટેસિવિસ્ટ તરીકે ખાનગી તબીબો રોટેશન મુજબ સેવા બજાવી રહ્યા છે જ્યારે ડો. પરમાર અને ડો. ભુંડીયા કાયમી ફરજ નિભાવી રહ્યા છે. આ ફેસેલિટીમાં કોઇ પણ દર્દીને સીધા દાખલ કરવામાં આવતા નથી. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની પૂરી ચકાસણી થયા બાદ એમ.ડી. તબીબને યોગ્ય લાગે અને સ્થિતિ ગંભીર ન હોય તો સમરસમાં રીફર કરે છે તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...