• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot's Ritul Chhag Ranked 5th In The Country In The Net And Gujarat First, Said 12 Hours Of Continuous Hard Work Got Results

સફળતા પાછળનું રહસ્ય:રાજકોટનો ઋતુલ છગ નીટમાં દેશમાં 5માં નંબરે અને ગુજરાત ફર્સ્ટ, કહ્યું- 12 કલાક સતત મહેનત કરતા પરિણામ મેળવ્યું

રાજકોટ25 દિવસ પહેલા
ૠતુલ છગની ફાઈલ તસવીર
  • એજ્યુકેશન હબ તરીકે ઉભરતા રાજકોટના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે
  • મેડીકલ કોલેજોનું મે૨ીટ ચાલુ વર્ષે પણ ગત વર્ષ જેટલુ જ ૨હેવાની શક્યતા

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વા૨ા મેડીકલના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગે સપ્ટેમ્બ૨-2021માં લેવાયેલ નીટ-યુજીનું પરીણામ ગઈકાલે જાહે૨ ક૨ી દેવામાં આવ્યું છે. જેમાં એજ્યુકેશન હબ તરીકે ઉભરતા રાજકોટના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે. ૨ાજકોટના ૠતુલ છગે 715 ગુણ દેશભ૨માં પાંચમુ અને ગુજ૨ાતમાં પ્રથમ સ્થાન હાંસલ ક૨ી ઝળહળતી સફળતા હાંસલ ક૨ી છે. જયારે રાજકોટની પ્રીમીયર સ્કુલનો વિદ્યાર્થી વંદીત શેઠ 701 ગુણ સાથે ઓલ ઇન્ડિયામાં 85 માં રેન્ક હાંસલ કર્યો છે. પોતાની સફળતા અંગે ૠતુલ છગે જણાવ્યું હતું કે, 12 કલાકની સતત મહેનતના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે

પરિવારનો મોટિવેશન સાથેના સપોર્ટ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનો વતની છું, હાલ નીટનું પરિણામ જાહેર થયું તેમાં 720 માંથી 715 માર્ક મેળવી ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં પાંચમું ક્રમાંક મેળવેલ છે. પરિવારનો મોટિવેશન સાથેના સપોર્ટથી સખત મહેનતના પ્રતાપે આ રિઝલ્ટ મળ્યું છે. જેની મને ખુબ ખુશી છે.

ૠતુલ છગ ( ડાબી તરફ) અને વંદીત શેઠ ( જમણી તરફ)ની ફાઈલ તસવીર
ૠતુલ છગ ( ડાબી તરફ) અને વંદીત શેઠ ( જમણી તરફ)ની ફાઈલ તસવીર

વંદીત શેઠે 701 ગુણ સાથે 85મો રેન્ક હાંસલ કર્યો
ધોરણ 12 પછી બી-ગ્રુપના વિદ્યાર્થીઓએ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથીના પ્રવેશ માટેની યુજી નીટના પરિણામમાં રાજકોટનો ઋતુલ છગ 720 માંથી 715 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં ડંકો વગાડયો છે. રાજકોટ એલન ઇન્સ્ટીટયૂટનો વિદ્યાર્થી ગુજરાત ફર્સ્ટ ઋતુલ છગનું ઓલ ઇન્ડિયા મેરીટ ક્રમ પાંચમો આવ્યો છે. જયારે રાજકોટની પ્રીમીયર સ્કુલનો વિદ્યાર્થી વંદીત શેઠએ 701 ગુણ સાથે ઓલ ઇન્ડિયામાં 85 માં રેન્ક હાંસલ કર્યો છે. વંદીત શેઠ રાજકોટના જાણીતા તબીબ ડો. ઋષિત શેઠ અને ડો. નિતી શેઠના સુપુત્ર છે.વંદીત શેઠ રાજકોટના જાણીતા તબીબ ડો. ઋષિત શેઠ અને ડો. નિતી શેઠના સુપુત્ર છે.

મેડીકલ પ્રવેશની કાર્યવાહી દિવાળી બાદ શરૂ
ગત સપ્ટેમ્બર માસમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) યુજીની પરીક્ષા લેવાઇ હતી. સમગ્ર દેશમાં કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે મેડીકલ પ્રવેશની કાર્યવાહી દિવાળી બાદ શરૂ થનાર છે.જો કે મેડીકલ કોલેજોનું મે૨ીટ ચાલુ વર્ષે પણ ગત વર્ષ જેટલું જ ૨હેવાની શક્યતા વ્યક્ત ક૨વામાં આવી ૨હી છે.