ભાસ્કર એનાલિસિસ:બે વર્ષમાં રાજકોટનું પરિણામ 8.78% વધ્યું, A1 ગ્રેડ મેળવનારા 1561 વિદ્યાર્થીમાંથી 70% સોશિયલ મીડિયાનો ઉપયોગ જ નહોતા કરતા !

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના 39115 િવદ્યાર્થીએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી : 30 શાળાનું 100% પરિણામ, 6 સ્કૂલનું પરિણામ 0%, 69 શાળાનું પરિણામ 30%થી ઓછું
  • શ્રેયા ગોસાઇ 600માંથી 591 માર્ક્સ સાથે રાજ્યમાં પ્રથમ
  • 1561 વિદ્યાર્થીઓ સાથે A1 ગ્રેડમાં રાજકોટ રાજ્યમાં બીજું
  • 72.86% સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે

શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે ધો.10નું પરિણામ 65.18% જાહેર કર્યું છે જેમાં રાજકોટનું પરિણામ 72.86% રહ્યું છે. પરિણામની દૃષ્ટિએ રાજકોટ જિલ્લો રાજ્યભરમાં ત્રીજા નંબરે છે. રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર 94.90% સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ ઉપરાંત રાજકોટની વિદ્યાર્થિની શ્રેયા ગોસાઈએ 600માંથી રેકોર્ડ બ્રેક 591 માર્ક મેળવી રાજ્યમાં ફર્સ્ટ રહી છે. તેણે અગાઉના ધો.10ના ટોપર્સના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. શ્રેયા ગોસાઈએ કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ હવે ધો.10માં આવ્યા છે

તેઓ અઘરા વિષયને વધુ સમય આપે અને રોજેરોજ શાળામાં જે ભણાવે તેનું રોજેરોજ રિવિઝન કરી લે, કારણ કે પછી પરીક્ષા સમયે કશું ભેગું નહીં થઇ શકે. રાજકોટ જિલ્લો 1561 વિદ્યાર્થી સાથે A1 ગ્રેડ મેળવવામાં રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી 70% વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા વાપરતા નહીં હોવાનું શાળાના આચાર્યો અને શિક્ષકોએ જણાવ્યું હતું. 2020 કરતા આ વર્ષે રાજકોટનું પરિણામ 8.78% વધ્યું છે.

2020માં 64.08% પરિણામ રહ્યું હતું. રાજકોટ જિલ્લામાં ધો.10માં કુલ 39270 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 39115 વિદ્યાર્થીએ ઉપસ્થિત રહીને પરીક્ષા આપી હતી. જેમાંથી 1561 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 4562 વિદ્યાર્થીને A2 ગ્રેડ, 6637 વિદ્યાર્થીને B1 ગ્રેડ, 7293 વિદ્યાર્થીને B2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો.

0% પરિણામ ધરાવતી શાળા
2022- 6
2020- 8
2 શાળા ઘટી

30%થી ઓછું પરિણામ ધરાવતી શાળા
2022-69

2020-136

67 શાળા ઘટી

✓100% પરિણામ ધરાવતી શાળા

2022-30

2020-23

7 શાળા વધી

A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ 573%, A2 ગ્રેડવાળા 80% વધ્યા!
વિગત20202022
પરિણામ60.64%65.18%
નોંધાયેલા વિદ્યાર્થી42,88839,270
ઉપસ્થિત વિદ્યાર્થી42,61239,115
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી2321561
A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી25245462
0% પરિણામ ધરાવતી શાળા86
30%થી ઓછું પરિણામની શાળા13669
100% પરિણામ ધરાવતી શાળા2330

​​​​​​​કેન્સરગ્રસ્ત માતાની સેવા કરી, 99.99 PR મેળવ્યા

​​​​​​​દોમડિયા માહીએ 99.99 પીઆર મેળવ્યા છે. જ્યારે ધો.10માં આવી ત્યારે જ તેમના માતાને કેન્સરની બીમારી થઇ. આખું વર્ષ કેન્સરગ્રસ્ત માતાની સેવા કરી, ઘરનું કામ પણ પોતે કરતી અને સાથે 600માંથી 588 ગુણ મેળવ્યા.

ભાસ્કરે ધો.9ની વિદ્યાર્થિની પાસે બોર્ડ ટોપરનું ઇન્ટરવ્યૂ કરાવ્યું
​​​​​​​સવાલ - અઘરા વિષયોની તૈયારી કેમ કરવી ?
જવાબ - તેને વધુ સમય આપો, રિવિઝન કરો

બોર્ડ ટોપરે વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો કે શંકા હોય ત્યાં તુરંત શિક્ષક સાથે વાત કરો, બપોરે અને રાત્રે મળી રોજ છ કલાકની તૈયારી કરો...

રાજ્ય બોર્ડમાં ફર્સ્ટ નંબરે આવેલી રાજકોટની વિદ્યાર્થિનીનું હવે ધો.9માંથી 10માં આવેલી વિદ્યાર્થિની હીર લોઢિયાએ ઈન્ટરવ્યૂ કર્યું હતું અને બોર્ડની તૈયારી કેવી રીતે કરવી, ક્યાં વિષય અઘરા લાગ્યા, રોજનું કેટલા કલાકનું વાંચન કરવું, સ્કૂલ ઉપરાંત કેટલું સ્ટડી કરવું સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. શ્રેયા ગોસાઈએ માત્ર ઈન્ટરવ્યૂ લેનાર વિદ્યાર્થિની નહીં પરંતુ હવે ધો.9માંથી 10માં આવેલા તમામ વિદ્યાર્થીને કહ્યું હતું કે, જે વિષય અઘરા લાગતા હોય એને સૌથી વધુ સમય આપો, ડાઉટ હંમેશા શિક્ષક પાસે ક્લિયર કરાવી લો, સવારે સ્કૂલ ઉપરાંત બપોરે અને રાત્રે મળીને દરરોજ 6 કલાકની તૈયારી કરવી જોઈએ. લખવાની પ્રેક્ટિસ પણ નિયમિત કરવી જોઈએ. દરરોજનું રિવિઝન દરરોજ કરી લેવું કારણ કે પરીક્ષા સમયે બધું ભેગું નહીં થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...