ઉત્તમ કામગીરી:રાજકોટની PUD કોવિડ હોસ્પિટલમાં 550 કર્મચારીઓ પરિવાર-બાળકોની ચિંતા કર્યા વગર દિવસરાત દર્દીઓની સેવા કરે છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ૧૭ નર્સિંગ દંપતિઓમાંથી ૯ દંપતિ સહિત ૧૦૨ નર્સિંગ સ્ટાફના કર્મીઓ કોરોના સંક્રમિત થયાં અને સાજા થઈ ફરી હાર્યા-થાક્યા વગર સેવામાં લાગી ગયા

કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલની કે જેમાં 550 નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે.

રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલમાં 406 નિયમિત અને 137 નર્સિંગ કર્મયોગી કોન્ટ્રાકટ બેઈઝ પર એમ અંદાજે ૫૫૦ જેટલા કર્મીઓ સેવા આપે છે. પી.ડી.યુ. હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિ. હિતેન્દ્ર ઝાખરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફ મેમ્બર સૈનિકની જેમ યોધ્ધા બની લડી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓના પરિવાર સાથે ન હોય નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારના સભ્યોની જેમ જ દર્દીઓની સેવા-ચાકરી-સુશ્રુષા કરી રહ્યા છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં નર્સિંગમાં 17 દંપતીઓ પણ છે. જેમાં 9 દંપતી કોરોનાથી સંક્રમિત થયા છતાં સાજા થઈને ફરી સેવામાં લાગી ગયા છે. બીજા કુલ મળીને 102 નર્સિંગ કર્મયોગીઓ સંક્રમિત થયાં હતાં અને આઇસોલેટેડ રહીને, સારવાર મેળવીને ફરી કોરોના સાથેની લડાઈમાં લાગી ગયા છે. દર્દીની સેવા, કર્તવ્ય પરાયણતા અને સમાજ પ્રત્યેનું તેમનું આ દાયિત્વ આદર અને સન્માનિય છે. માર્ચ મહિનાથી સતત અને જ્યારે કોરોના વોર્ડમાં ડ્યુટી હોય ત્યારે અન્ય એકપણ રજા લીધા વગર સેવા આપતા નર્સિંગ સ્ટાફનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...