ક્રિકેટર ચેતન સાકરિયા સાથે ખાસ વાતચીત:રાજકોટની પિચને માત્ર બેટિંગ પિચ કહી ન શકાય, બોલર્સને પણ ફાયદો મળે છે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચેતન સાકરિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ચેતન સાકરિયા - ફાઇલ તસવીર
  • સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાએ ભારત-સા.આફ્રિકાના મેચ વિશે જણાવ્યું

રાજકોટના મેદાનમાં ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ટીમ મેચ જીતે તે વધુ એક વખત સાચું પડ્યું છે. આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી જેનો ટીમ ઇન્ડિયાએ ફાયદો ઉઠાવ્યો. મેચ પૂર્વે થયેલા વરસાદી ઝાપટાંથી પિચ સ્લો થશે તેવું લાગ્યું હતું. જોકે ટીમ ઇન્ડિયાની પ્રારંભિક શરૂઆત થોડી નબળી રહી.

200નો સ્કોર કરવાની આશા હતી
ટીમ ઇન્ડિયાની વિકટ પરિસ્થિતિ બાદ હાર્દિકભાઇ અને ડી.કે.ભાઇએ શાનદાર બેટિંગ કરીને સન્માનજનક સ્કોર બનાવ્યો. મેચમાં ભારતીય ટીમના બેટ્સમેન 200 રનનો સ્કોર કરશે તેવી આશા હતી. પરંતુ મેચ પૂર્વે થયેલા વરસાદી ઝાપટાંથી પિચ સ્લો થઇ ગઇ. તેમ છતાં 170 રનનો લક્ષ્યાંક ઓછો ન કહેવાય. ત્યાર બાદ દાવ લેવા ઉતરેલા સાઉથ આફ્રિકાના બેટ્સમેનને ભારતીય બોલર ભૂવીભાઇ, અવેશભાઇ, હર્ષલભાઇ, અક્ષરભાઇ અને યુઝીભાઇની બોલિંગ સામે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પહેલો દાવ લેનારી ટીમ જીતે છેઃ ચેતન
વરસાદી વાતાવરણ સમયે પિચ કડક અને ડ્રાય ન બને. તેમ છતાં બીજી ઇનિંગમાં જે રીતે ભારતીય ટીમના ત્રણેય ફાસ્ટ બોલર યોર્કર, સ્લો અને બાઉન્સી બોલ નાંખવામાં ખૂબ જ સફળ થયા હતા. તેમાં પણ છેલ્લા બે વર્ષથી શાનદાર પ્રદર્શન કરનાર અવેશભાઇની વેધક બોલિંગ ટીમ ઇન્ડિયાની જીતનું મહત્ત્વનું પાસું બન્યું. યુઝીભાઇ (યજુર્વેન્દ્ર ચહલ)એ પણ તેમની બોલિંગની સારી કમાલ બતાવી બે વિકેટ મેળવી. મેચ સમયે વાતાવરણે જે રીતે ભૂમિકા ભજવી અને જે પરિણામ આવ્યું તે જોતા રાજકોટની પિચને માત્ર બેટિંગ પિચ કહેવું હવે શક્ય નથી. હા, એ ચોક્કસ કહી શકાય કે પહેલો દાવ લેનાર ટીમ અહીંની પિચ પર જીતે છે.

અન્ય સમાચારો પણ છે...