અવ્વલ:રાજકોટની PDU મેડિકલ કોલેજ એટોપ્સીમાં ટોપ પર, અત્યાર સુધીમાં 32 એટોપ્સી કરી, હૃદય-મગજ-ફેફસાં-લિવર પર ઘાતક અસર જોવા મળી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજની ફાઈલ તસવીર
  • કોવિડના દર્દીઓની એટોપ્સી માત્ર ભોપાલ, અમદાવાદ અને રાજકોટમાં થાય છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાથી મોત થયેલા લોકોના મૃતદેહોની એટોપ્સી કરવામાં આવી રહી છે. જેથી તેના તારણો કોરોના દર્દીની સારવાર પદ્ધતિ માટે ખુબજ ઉપયોગ છે. ત્યારે એટોપ્સી કરવાના મામલે રાજકોટ મેડિકલ કોલેજ ટોપ પર છે. મેડિકલ કોલેજ દ્વારા અત્યાર સુધીમાં 32 એટોપ્સી કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીને મગજ, લિવર અને ફેફસાં પર ઘાતક અસર થાય છે. મહત્વનું છે કે એટોપ્સીનો અભ્યાસ માત્ર ભોપાલ, અમદાવાદ અને રાજકોટમાં જ થાય છે.

રાજકોટમાં 32, ભોપાલમાં 22 અને અમદાવાદમાં 7 એટોપ્સી કરવામાં આવી
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે થઈ રહેલી કોરોના દર્દીઓની એટોપ્સી અંગે ફોરેન્સિક વિભાગના 8 ડોક્ટરો તારણ પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 32 મૃતદહોનું પરીક્ષણ કરવામાં આવતા ચોક્કસ તારણો પર પહોંચી જઈ રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટૂંક સમયમાં જ રાજ્ય સરકારની મંજૂરી બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. ફોરેન્સિક વિભાગના ડોક્ટરોએ જીવના જોખમે પુરુષ અને સ્ત્રીના કુલ 32 મૃતદેહોનું પરીક્ષણ કરી રાજકોટ મેડિકલ કોલેજનું નામ ગુજરાત સહિત ભારત દેશમાં નામ રોશન કર્યું છે. જ્યારે ભોપાલમાં 22 અને અમદાવાદમાં 7 એટોપ્સી કરવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન ખુલાસો થયો છે કે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના ફેફસાં, હૃદય, મગજ, આંખ અને શ્વાસનળીમાં કોરોનાની ઘાતક અસર જોવા મળી રહી છે.

ફેફસાં, હ્રદય, મગજ, આંખ અને શ્વાસનળીમાં કોરોનાની ઘાતક અસર
મનુષ્યના શરીમાં બે ફેફસાં હોય છે. જેમાં જમણાં ફેફસામાં 3 અને ડાબા ફેફસામાં 2 લોબ હોય છે. આ અવયવો પર કોરોનાની ઘાતક અસરો થતાં લોહીના ગઠ્ઠા છઈ ગયા બાદ કાળા પડી ગયા હોવાનું અવલોકનમાં જાણવા મળ્યું છે. ડોક્ટરની ટીમે એક ફેફસામાંથી 80 સ્લાઈડ બનાવી માઈક્રોસ્કોપમાં ચકાસણી કરી હતી. જ્યારે હૃદયના કર્ણકો, ક્ષેપકો અને વાલ્વમાં ભારે માત્રામાં નુકસાની કરતા લોહીના ગઠ્ઠા જામી જતા વજનદાર થઈ જાય છે. જેને કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. જ્યારે આંખમાં પણ દ્રષ્ટીને નુકસાન થાય છે.