મદદ:રાજકોટની માય ફ્રીડમ પેડ બેન્ક આખું વર્ષ કેદી મહિલાઓનો સેનેટરી પેડનો ખર્ચ ઉપાડશે

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વિશ્વ મહિલા દિન નિમિત્તે માય ફ્રીડમ પેડ બેન્કે કેદી મહિલાઓને આખા વર્ષ માટેના સેનેટરી પેડ આપીને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી. જિલ્લા જેલમાં રહેલા 65 મહિલા કેદીને આ સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા. માય ફ્રીડમ પેડ બેન્કના ટ્રસ્ટી મેહુલભાઈ ભૂતે જણાવ્યું હતું કે, ગરીબ,જરૂરિયાતમંદ વિદ્યાર્થિની, મહિલાઓને સેનેટરી પેડ મળી રહે તે માટે પેડ બેન્ક શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કેદી બહેનોને સેનેટરી પેડ વિતરણ કરાયા છે.

જરૂરિયાતમંદ સુધી પહોંચી શકાય તે માટે પેડ બેન્કની મહિલાઓની ટીમ કામ કરે છે. જેના ભાગરૂપે આવી જરૂરિયાતમંદ બહેનોને ઘરે ઘરે જઈને શોધવામાં આવે છે. તાજેતરમાં જ સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલની 101 વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા જેલમાં સેનેટરી પેડ વિતરણ સમયે જેલના સુપરિન્ટેન્ડેન્ટ બન્નો જોષી પણ હાજર રહ્યા હતા. રાજકોટમાં માય ફ્રિડમ પેડ બેન્ક વિદ્યાર્થિનીઓ તેમજ મહિલાઓ માટે જુદા જુદા જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે. જેના ભાગરૂપે મહિલા દિવસે માય ફ્રસ્ડમ પેડ બેન્કે આખું વર્ષ મહિલાઓ કેદી માટે સેનેટરી પેડનો ખર્ચ ઉપાડવાનું અભિયાન હાથ ધર્યું છે.

અન્ય સમાચારો પણ છે...