કોરોના ઈફેક્ટ:રાજકોટનું મોલ કલ્ચર બદલાશે, હવે મેડિકલ સુવિધા મળી શકશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરીદી માટે લોકોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાશે

જૂન એન્ડ સુધીમાં મોલ ખૂલી જવાની સંભાવના છે. લોકડાઉન પછી જ્યારે પ્રથમ વખત મોલ ખૂલશે ત્યારે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. દર કલાકે લિફ્ટ સેનિટાઈઝ કરાશે. જ્યારે પેસેજ એરિયા દર બે કલાકે ઓટોમેટિક સેનિટાઈઝ થતા રહે તેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરાશે. કોરોના પછી ભવિષ્યમાં મોલ કલ્ચરમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે હવે મોલ 15 લાખ સ્ક્વેર ફૂટની જગ્યામાં બનાવવા ઉત્તમ ગણી શકાશે. તેમજ ઓપન સ્પેસ વધુ રાખવી પડશે. આવનારા પાંચ વર્ષ સુધીમાં રાજકોટના મોલની વ્યાખ્યા બદલાઈ જશે. જે નવા મોલ બનશે તે 6 માળના હશે તેમજ અમેરિકા, સિંગાપોર સહિત વિદેશમાં મોલમાં મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે છે તેમ રાજકોટમાં હવે જે નવા મોલ બનશે તેમાં મેડિકલ સુવિધા મળશે તેમ ક્રિસ્ટલ ગ્રૂપના સીઅેમડી બકીરભાઈ ગાંધી જણાવે છે.

વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના બાદ હવે મોલમાં હાઈજિન મેન્ટેન કરવા પર વધુ ભાર મૂકવામાં આવશે. મોલમાં પ્રવેશ આપતા પહેલા દરેકને સેનિટાઈઝ કરાશે. ટેમ્પરેચર માપવામાં આવશે અને જે સ્ટાફ લોકોના સીધા સંપર્કમાં આવતો હશે તે પીપીઈ કિટ પહેરાવવામાં આવશે. મોલમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. વિદેશની  મોલ કલ્ચર સિસ્ટમ આવવાથી લોકોને સરળતા રહેશે.અા પદ્ધતિમાં પ્રિવેન્ટલ મેડિકલ ફેસિલિટી જેમકે હેલ્થ સ્ટોર, હેર ટ્રીટમેન્ટ, ડેન્ટલ ટ્રીટમેન્ટ ઉપરાંત હોટેલની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. અન્ય રાજ્યોમાં મોલ શરૂ થયા છે તેની સિસ્ટમનો અભ્યાસ કરી રહ્યા છે. સરકારને મોલ કેવી રીતે ખોલવા તે અંગેના સૂચનો મોલ સંચાલકો તરફથી  રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ તેના  તરફથી કોઈ ગાઇડલાઈન સ્પષ્ટ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...