પરિવારનો આક્ષેપ:રાજકોટમાં વાવાઝોડાના કારણે કેરીનો જથ્થો બગડી જતા યુવાને ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના પગલે અનેક ખેડુતોના પાકને નુકશાન થયું છે. કેરી, પપૈયા અને નાળીયેરીનાં પાકને પણ નુકશાન પહોંચ્યું હતું ત્યારે રાજકોટના રેલનગરના સંતોષીનગર પાણીનાં ટાંકી પાસે રહેતા અને ફ્રુટનો ધંધો કરતા યુવાને ઉનાળાની સીઝનમાં કેરી કેરીનો જથ્થો બગડી જતા યુવાને ઝેર ગટગટાવ્યું હતું. પરિવારને જાણ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે .3.50 લાખની રકમની કેરીનો જથ્થો સ્ટોક કર્યો હતો પણ કેરીનો જથ્થો બગડી જતા આ પગલું ભર્યું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરના સંતોષીનગર પાણીના ટાંકા પાસે રહેતા અને સીઝનલ ફ્રુટનો ધંધો કરતાં કિશોરભાઈ પુનાભાઈ સોલંકી નામના યુવાને ગઈકાલે રાત્રીનાં સમયે મોરબી રોડ બાયપાસ રોણકી ગામ પાસે પેટ્રોલપંપની બાજુમાં નીચેના રોડના ભાગે જંતુનાશક દવા પી જતાં તેઓને મધુરમ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃતજાહેર કર્યા હતા. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં ASI કનુભાઈ માલવીયા અને રામજીભાઈ પટેલે કાગળો કરી વધુ કાર્યવાહી કરી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડાયો
પોલીસ તપાસમા જાણવા મળ્યું છે કે, કીશોરભાઈ સોલંકી સિઝનલ ફ્રુટનો વ્યવસાય કરતા હતાં. તેમણે ઉનાળાની સીઝનમાં રૂા.3.50 લાખની કેરીનો જથ્થો ખરીદી કરી સ્ટોક કર્યો હતો.ત્યારબાદ વાવાઝોડા બાદ કેરીના બોકસ ઓછા વેચાતા હોય સ્ટોક કરેલો અમુક કેરીનો જથ્થો બગડી જતાં કીશોરભાઈ ટેન્શનમાં આવી ગયા હતા. જેથી મોટું નુકશાન થતાં ગઈકાલે જ તેમના પત્નીને ફોન કરી કહ્યું કે હું ઝેરી દવા પી જાવ છું. બાદમાં પગલુ ભરી લીધુ હતું. કિશોરભાઈને સંતાનમાં બે પુત્ર છે. તેમના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પીટલે ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...