નીટ પરિણામ:રાજકોટનો હ્રતુલ છગ ગુજરાત ફર્સ્ટ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલ ઇન્ડિયા 5મો રેન્ક પ્રાપ્ત કર્યો : મેડિકલ, ડેન્ટલમાં પ્રવેશ માટે NEETનું પરિણામ જાહેર

ધો.12 સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટેની યુજી-નીટનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સોમવારે જાહેર કરાયું છે. મેડિકલમાં પ્રવેશ માટે દેશભરના વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે નીટનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. નીટના પરિણામમાં રાજકોટનો વિદ્યાર્થી હ્રતુલ છગ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને ઓલ ઇન્ડિયા પાંચમા ક્રમે ઝળક્યો છે. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના આ વિદ્યાર્થીને કુલ 720માંથી 715 માર્ક પ્રાપ્ત થયા છે.

આ અંગે ક્રિષ્ના સ્કૂલના તૃપ્તિબેન ગજેરાએ જણાવ્યું હતું કે, સ્કૂલનો વિદ્યાર્થી ગુજરાત ફર્સ્ટ અને દેશમાં પાંચમા ક્રમે ઝળક્યો એ ખૂબ ગર્વની વાત છે. તેના પરિવારનું નામ પણ હ્રતુલે રોશન કર્યું છે. પરીક્ષા એજન્સી NTAએ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG)ના પરિણામો મોકલીને વિદ્યાર્થીઓને ચોંકાવી દીધા છે. ઉમેદવાર NTA NEET ની સત્તાવાર સાઇટ neet.nta.nic.in પર પરિણામ અને ફાઇનલ આન્સર કી બંને જોઇ શકે છે. આ વર્ષે 16 લાખ ઉમેદવારે નીટની યુજી પરીક્ષા આપી હતી. NTAએ 15 ઓક્ટોબરે પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...