તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાએ માઝા મૂકી:રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દી માટે જગ્યા જ નથી

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલમાં 480 બેડ ફુલ : નવા કેસ આવે તો દાખલ દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાય છે
 • અન્ય ખાનગી હોસ્પિટલને કોવિડમાં રૂપાંતરિત કરવા આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

રાજકોટ શહેરમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે, શહેરની તમામ હોસ્પિટલ કોરોનાના દર્દીથી પેક થઇ ગઇ છે, ખાનગી હોસ્પિટલમાં નવા દર્દી માટે નો-એન્ટ્રી થઇ ગઇ છે, જ્યારે સિવિલમાં કોવિડ સિવાયના અન્ય વોર્ડમાં શિફ્ટ કરી સારવાર કરવામાં આવી રહી છે. અને સ્થિતિ હજુ પણ વધુ વિકટ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

રાજકોટ શહેરમાં દરરોજ જેટ ગતિએ કોરોનાના દર્દી વધી રહ્યા છે, હોસ્પિટલ દર્દીઓથી ફુલ થઇ ગઇ છે, સિવિલની 480 બેડની કોવિડ હોસ્પિટલના તમામ બેડ દર્દીઓથી ફુલ થઇ ગયા છે, સિવિલમાં આવતા કોરોનાના દર્દીને દરદર ભટકવું પડે નહીં તે માટે સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. 7, 10 અને 11માં કોરોના દર્દીને રાખવામાં આવી રહ્યા છે તેમજ મેન્ટલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીને સારવાર આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલના તમામ બેડ ફુલ થઇ ગયા છે, નવા આવતા દર્દીની હાલત જો ગંભીર હોય તો સ્ટેબલ થયેલા દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી તેની જગ્યાએ ગંભીર સ્થિતિ વાળા દર્દીને રાખવામાં આવી રહ્યા છે, 82 જેટલા દર્દી વેન્ટિલેટર પર છે.

કોરોનાના કેસ વધતા અને સિવિલની કોવિડ હોસ્પિટલ પેક થતાં ખાનગી હોસ્પિટલની સ્થિતિ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે શહેરની તમામ ખાનગી કોવિડ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, જોકે તમામ હોસ્પિટલમાંથી બેડ ફુલ હોવાનો જવાબ મળ્યો હતો, એકપણ બેડ ખાલી નથી, એક હોસ્પિટલના સંચાલકે સોમવારે બપોરે ફોનથી તપાસ કરવા તો અન્ય હોસ્પિટલના સ્ટાફે હમણા જગ્યા થશે નહીં તેવો જવાબ આપ્યો હતો.

રેમડેસિવિર ઇન્જેક્શનની પણ અછત પ્રવર્તી રહી છે, શહેરના એકપણ મેડિકલ સ્ટોરમાંથી આ ઇન્જેક્શન મળતા નથી, કેટલાક લેભાગું સ્ટોક કરીને દર્દીની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાના કેસ વધવાની દહેશત વર્તાઇ રહી છે તેની સામે અત્યારથી જ તમામ હોસ્પિટલમાં હાઉસફુલના પાટિયા ઝૂલવા લાગ્યા છે. સ્થિતિ વધુ વિકટ થવાના એંધાણ વર્તાતા શહેરમાં કેટલી ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલુ કરી શકાય તેની ચર્ચા વિચારણા અને તૈયારી ચકાસવા માટે સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં શહેરની ખાનગી હોસ્પિટલના કેટલાક મુખ્ય તબીબોની બેઠક યોજાવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો