તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાજકોટનો બુટલેગર પડધરી પાસેથી તમંચા સાથે પકડાયો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પોલીસની સ્પે.ઓપરેશન ગ્રૂપની ટીમે પડધરી વિસ્તારમાંથી ગાંજા સાથે એક શખ્સને પકડી પાડયા બાદ રાજકોટના બુટલેગરને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધો છે.

રાજકોટના માલધારી ફાટક પાસે ગુલાબનગર-2માં રહેતો બુટલેગર રજની વનરાજ કેશરિયા નામનો શખ્સ પડધરીમાં ગેરકાયદેસર હથિયાર સાથે ઊભો હોવાની જિલ્લાની સ્પે.ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ જી.જે.ઝાલા સહિતનો કાફલો તુરંત પડધરી દોડી ગયા હતા. અને માહિતી મુજબના સ્થળેથી રાજકોટના બુટલેગર રજની કેશરિયાને પકડી પાડયો હતો. અને તેની તલાસી લેતા પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો તમંચો મળી આવતા તેની અટકાયત કરી હતી. પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પૂછપરછ કરતા તેને માથાકૂટ ચાલતી હોય સ્વરક્ષણ માટે ત્રણ મહિના પહેલા ખરીદી હોવાનું રટણ રટયું છે. જો કે, કોની પાસેથી કેટલામાં હથિયાર ખરીદ્યુ તે અંગે મગનું નામ મરી નહીં પાડતા તેની વિશેષ પૂછપરછ કરવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...