તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની કઠણાઇ:રાજકોટમાં 25 વર્ષમાં કોંગ્રેસનો સૌથી મોટો પરાજય, 1995માં માંડ 1 બેઠક મળી'તી, 2021માં ફરી ઇતિહાસ દહોરાવાયો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદમી પાર્ટીના અન્ડર કરંટે સીધી રીતે ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન પહોચાડ્યું
  • કોંગ્રેસના પ્રથમ મેયર તરીકે 15-10-2000થી 18-4-2003 સુધી અશોક ડાંગરે કામ કર્યુ હતું

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની આજે મત ગણતરી બાદ ફરી એક વખત માનપમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 72 પૈકી 68 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે માત્ર 4 બેઠક કોંગ્રેસે જીત મેળવી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો અને આ ત્રિ-પાંખીયા જંગમાં આમ આદમી પાર્ટીના અન્ડર કરંટે સીધી રીતે ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન પહોચાડ્યું છે. છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસને આ વખતે સૌથી મોટો પરાજય મળ્યો છે. 1995માં માંડ 1 બેઠક મળી હતી. આ જ ઇતિહાસને ફરી 2021માં દોહરાવવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં માત્ર એક વખત કોંગ્રેસને સત્તા મળી છે. તે સિવાયનો ઇતિહાસ ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે આજે તો રાજકોટમાં 72માંથી 68 બેઠક પર ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો છે તેની સામે કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે તો આપ અને અપક્ષનો રાજકોટમાં સફાયો થઈ ગયો છે.

27 ફેબ્રુઆરી 1974માં સરકારે મનપાને સુપરસીડ કરતા વહીવટદાર આવ્યા હતા
તા.19/11/73ના રોજ નગરપાલિકાના પ્રથમ બોર્ડમાં 51 સભ્યની નિયુકિત કરાતા પ્રથમ મેયર તરીકે તા.19/11થી 27/2/74સુધી રમેશભાઇ મતીશંકર છાયાની નિયુક્તિ કરવામાં આવી હતી. તા. 27/2/74ના સરકારે મનપાને સુપરસીડ કરતા વહીવટદાર આવ્યા હતા અને પ્રથમ સામાન્ય ચૂંટણી તા.19/10/75ના રોજ યોજાઇ હતી. તે વખતે 18 વોર્ડમાં ચૂંટાયેલા 51 કોર્પોરેટરમાં 32 જનતા મોરચાના અને 19 કોંગ્રેસના સભ્યો હતા. ચૂંટાયેલી બોડીના પ્રથમ મેયર તરીકે તા.8/11/75થી 18/7/80 સુધી અરવિંદભાઇ મણીયારે કામ કર્યુ હતું. તે બાદ તા.25/1/81ના રોજ બીજી ચૂંટણીમાં ભાજપના 26 અને કોંગ્રેસના 25 કોર્પોરેટર હતા.

ભાજપનો જંગી બહુમતી સામે કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે
ભાજપનો જંગી બહુમતી સામે કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે

2000માં કોંગ્રેસને જીત મળી અને સત્તા હાંસલ કરી હતી
તા.25/1/87ના રોજ ત્રીજી ચૂંટણીમાં 18 વોર્ડના 59 કોર્પોરેટરમાં 32 ભાજપ અને 27 કોંગ્રેસ, તા.12/6/95ના ચોથી ચૂંટણીમાં 20 વોર્ડના 60 કોર્પોરેટરમાં 59 ભાજપ અને એક કોંગ્રેસના સભ્ય હતા. તા.19/9/2000ના રોજની પાંચમી ચૂંટણીમાં 23 વોર્ડના 69 કોર્પોરેટરમાં 44 કોંગ્રેસ અને 25 બેઠક ભાજપને મળતા પહેલી વખત ભાજપ વિપક્ષમાં બેઠો હતો. કોંગ્રેસના પ્રથમ મેયર તરીકે તા.15/10/2000થી તા.18/4/2003 સુધી અશોકભાઇ ડાંગરે કામ કર્યુ હતું.

ત્રિ-પાંખીયા જંગમાં કોંગ્રેસ નો રાજકોટમાં સફાયો થઈ ગયો છે.
ત્રિ-પાંખીયા જંગમાં કોંગ્રેસ નો રાજકોટમાં સફાયો થઈ ગયો છે.

2015માં કોંગ્રેસને 4 બેઠકથી છેટું રહેતા સત્તા ગુમાવી હતી
તા.11/12/2005ના રોજ ફરી ચૂંટણી થતા ભાજપના 59 અને કોંગ્રેસના 10 કોર્પોરેટર ચૂંટાયા હતા અને વનવાસ બાદ ફરી ભાજપ સત્તા પર આવતા તા.27/12/2005થી તા.19/6/2008ની ટર્મમાં મેયર ધનસુખ ભંડેરી હતા. તા.10/10/2010ની ચૂંટણીમાં ભાજપના 58 અને કોંગ્રેસના 10 કોર્પોરેટર હતા. તા.31/11/2015ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 18 વોર્ડના 72 કોર્પોરેટરમાં ભાજ5ને 38 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. અને હાલ 2021ની ચૂંટણીમાં 72 પૈકી 68 બેઠક પર ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો છે તેની સામે કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે.

ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો છે
ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો છે
મ.ન.પા.ની આજદિન સુધીની યોજાયેલી ચૂંટણીની માહિતી
વર્ષકુલ બેઠકમેળવેલ બેઠકપક્ષમેળવેલ બેઠકપક્ષ
19755139જનતા +મોરચા + જનસંઘ+ કોંગ્રેસ12કોંગ્રેસ
19815126ભાજપ25કોંગ્રેસ
19895932ભાજપ27કોંગ્રેસ
199259મુલ્તવી
19956059ભાજપ1કોંગ્રેસ
20006925ભાજપ44કોંગ્રેસ
20056958ભાજપ11કોંગ્રેસ
20106959ભાજપ10કોંગ્રેસ
20157239ભાજપ34કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો