તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળજથ્થો:રાજકોટના આજી-ન્યારી ડેમમાં અઢી મહિના સુધી ચાલે તેટલું પાણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ હાલ ઉનાળા જેવી સ્થિતિ છે. જોકે તેમ છતાં પણ રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમમાં 25 ટકા જેટલો જળજથ્થો ઉપલબ્ધ છે. શહેરમાં પણ હાલ પાણીની અછત સર્જાઈ તેમ નથી. આજી અને ન્યારી ડેમમાં અઢી મહિના સુધી ચાલી શકે તેટલું પાણી છે.

દર વર્ષે વરસાદ ખેંચાય તો પાણીનો પ્રશ્ન મોટો હોય છે. જૂન બાદ વરસાદ ન વરસે તો ડેમના ત‌ળિયા દેખાવા લાગતા હોય છે, પરંતુ ગત વર્ષે સારો વરસાદ હોવાથી અને સૌની યોજનાને કારણે હજુ સુધી ડેમના તળિયા દેખાયા નથી. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર-1માં 1500 MCFT એટલે કે 25 ટકા પાણી ઉપલબ્ધ છે. આજીમાં 2 મહિનાથી વધુ સમય ચાલી શકે તેટલું 290 MCFT પાણી છે.

જ્યારે ન્યારી-1માં 365 MCFT જળજથ્થો છે. જિલ્લાના ડેમો પણ 25 ટકાથી વધુ ભરેલા છે. જોકે આટલો જળજથ્થો ઉપલબ્ધ છે, ત્યારે વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોને પિયત માટે આપવામાં આ‌વશે કે નહીં? તે સૌથી મોટો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...