તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot's AIIMS Will Be Eco friendly: Khatmuhurt Program In The Presence Of More Than 600 Doctors, MPs, MLAs, Leaders Including The Chief Minister

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત કાર્યક્રમ:રાજકોટની એઈમ્સ ઈકોફ્રેન્ડલી બનશે : મુખ્યમંત્રી સહિત 600થી વધુ ડૉક્ટર, સાંસદ, ધારાસભ્યો, આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત આજે કરવાના છે ત્યારે તૈયારીને અંતિમ ઓપ આપવા કલેકટર રૈમ્યા મોહન સહિતના અધિકારીઓએ જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં નિરીક્ષણ કર્યું હતું. - Divya Bhaskar
વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત આજે કરવાના છે ત્યારે તૈયારીને અંતિમ ઓપ આપવા કલેકટર રૈમ્યા મોહન સહિતના અધિકારીઓએ જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં નિરીક્ષણ કર્યું હતું.
  • વિશેષ મેડિકલ સુવિધાના દ્વાર ખુલશે : સૂર્યના તાપની અસર નહીંવત થાય તે પ્રકારની બિલ્ડિંગની દીવાલ અને છતમાં મટિરિયલ વપરાશે

દિવ્ય ભાસ્કરે સૌરાષ્ટ્રને એઇમ્સ મળે તે માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકારે અંતે રાજકોટને એઇમ્સ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ હવે વડાપ્રધાનના હસ્તે એઇમ્સનું ઇ- ભૂમિપૂજનનો અવસર આવી ગયો છે. ગુરુવારે (આજે) સવારે 10 કલાકે ખંઢેરી ખાતે એઇમ્સનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, રાજ્યપાલ સહિતના હાજર રહેશે. એઇમ્સના બાંધકામ માટે ખાસ ઇકો ફ્રેન્ડલી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

એઇમ્સના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 600 જેટલા મહેમાન આવી રહ્યા છે. જિલ્લા વહીવટી વિભાગે કાર્યક્રમ માટે જુદી-જુદી 15 કમિટી બનાવી છે. કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું કોરોના સંદર્ભે થર્મલ ગનથી ખાસ ચેકિંગ થશે, કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા રખાયા છે, અને દરેક દરવાજા ઉપર ખાસ સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઇ છે.

એઇમ્સના આ ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે, આ તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ હવા-ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહીંવત થાય તે પ્રકારની બિલ્ડિંગની દીવાલ અને છતમાં મટિરિયલ વપરાશે. રાત્રી પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહીંવત રહે તે માટે એનર્જી સેવિંગ સીએફએલ અને એલઇડી લેમ્પનો મહત્તમ વપરાશ કરાશે.

તૈયારીઓ પૂર્ણ: એઇમ્સમાં દર્દીઓને આધુનિક સારવાર અને તબીબી વિદ્યાર્થીઓને મળશે રિસર્ચ બેઝ શિક્ષણ
એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે, ધો.12 પછી નીટ ટેસ્ટના ટોચના વિદ્યાર્થીઓ એઇમ્સમાં એડમિશન લે છે. વિદ્યાર્થીઓને રિસર્ચ બેઝ આધુનિક શિક્ષણ આપવામાં આવે છે.

કોર્સ તેમજ વિષયની પસંદગી સમયાંતરે બદલવામાં આવે છે. પ્રેક્ટિકલ શિક્ષણ પણ એઇમ્સ હોસ્પિટલ ખાતે જ પૂરું પાડવામાં આવે છે. સંસ્થા નાણાકીય સ્વતંત્રતા હોઇ ખર્ચની બાબતમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી ન હોવાથી ઉચ્ચકક્ષાનું શિક્ષણ તેમજ સારવાર દર્દીઓને પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ દર્દીઓને પૂરો પાડવામાં આવે છે. એઇમ્સ ખાતે સરકાર દ્વારા નિર્ધારિત દવાની દુકાન અમૃત સ્ટોર પણ ઉપલબ્ધ હોઈ છે, અહીં જેનરિક દવા, સ્ટેન્ટ કિફાયતી દરે મળી રહેતા દર્દીઓની સારવારમાં ખાસ્સો ખર્ચ બચી જતો હોય છે.

ભાસ્કરે ઝુંબેશ ચલાવી હતી

ગુજરાતમાં એઈમ્સ અપાશે તેવી કેન્દ્રના બજેટમાં જાહેરાત થયા બાદ રાજકોટ અથવા વડોદરાને એઈમ્સ ફાળવાય તેવી શક્યતા હતી. ત્યારે દિવ્ય ભાસ્કરે સામાજિક સંસ્થા અને રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓને સાથે રાખીને એઈમ્સ રાજકોટને જ મળે તેવી લાગલગાટ ત્રણ મહિનાથી વધુ ઝૂંબેશ ચલાવી હતી. જેની આજે સફળતા હાંસલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો