તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાજકોટમાં પોલીસની કનડગતથી 200 રિક્ષાચાલકો એકઠા થયા, ખોટી રીતે રિક્ષા ડિટેઇન કરી 1 હજારનો મેમો ફટકારવામાં આવતો હોવાનો આક્ષેપ

રાજકોટ12 દિવસ પહેલા
રાજકોટમાં પોલીસની કનડગતના આક્ષેપ સાથે રિક્ષાચાલકો એકઠા થઇ વિરોધ કર્યો.
  • અન્ય શહેરોની જેમ રાજકોટમાં બસ સ્ટેશન ખાતે રિક્ષા સ્ટેન્ડ કરી આપવા ચાલકોની માંગ

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની કનડગતતાના વિરોધમાં આજે 200 જેટલા રિક્ષાચાલકો પોતાની રિક્ષા લઇ શાસ્ત્રી મેદાન ખાતે એકઠા થયા હતા. રિક્ષાચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસની ખોટી રીતની કનડગતને કારણે અમે હેરાન થઇ ગયા છીએ. ખોટી રીતે રિક્ષા ડિટેઇન કરી 1 હજારનો મેમો ફટકારવામાં આવી રહ્યો છે. આખો દિવસમાં 1 હજાર રૂપિયાનું પણ ભાડુ મળતું નથી ત્યારે પોલીસ દ્વારા 1 હજારનો મેમો ફટકારવામાં આવી રહ્યો છે.

ગઇકાલે એક જ દિવસમાં 35 રિક્ષા ડિટેઇન થઇ હતી
છેલ્લા 10 દિવસથી રાજકોટના ઢેબર રોડ પર આવેલા બસ સ્ટેશન ખાતેથી પોલીસ દ્વારા રિક્ષાઓ ડિટેઇન કરી રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાનો રિક્ષાચાલકોએ આક્ષેપ કર્યો છે. જેમાં ગઇકાલે માત્ર એક દિવસમાં 35 જેટલી રિક્ષા ડિટેઈન કરી હોવાથી આજે બધા એક સાથે એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો.

શાસ્ત્રી મેદાન ખાતે રિક્ષાચાલકો એકઠા થયા હતા.
શાસ્ત્રી મેદાન ખાતે રિક્ષાચાલકો એકઠા થયા હતા.

અમે એક હજારનો ધંધો પણ કરી શકતા નથી- રિક્ષાચાલક
રિક્ષા ચાલકોનું કહેવું છે કે, અમે દિવસ દરમિયાન 1000 રૂપિયાનો ધંધો પણ નથી કરી શકતા અને પોલીસ અમારી રિક્ષા ડિટેઇન કરી સીધા 1000નો દંડ ફટકારે છે. આથી અમારા માટે મુશ્કેલી અને મહા મુસીબત સમાન છે. અન્ય શહેરોની જેમ રાજકોટમાં પણ ઢેબર રોડ પર બસ સ્ટેશન ખાતે રિક્ષા સ્ટેન્ડ બનાવી આપવાની માંગ સાથે આજે તમામ રિક્ષાચાલકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો.

મેમો દેખાડી વિરોધ કર્યો.
મેમો દેખાડી વિરોધ કર્યો.

નવા બસ પોર્ટ પર કાયમી રિક્ષાસ્ટેન્ડ બનાવવા માંગ
રાજકોટના ઢેબર રોડ પર કરોડોના ખર્ચે બસ પોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બસપોર્ટ ખાતે અત્યાર સુધી અમુક રૂટની બસો ચાલતી હતી. પરંતુ 1 ફેબ્રુઆરીથી રાજકોટ શાસ્ત્રી મેદાન સ્થિત હંગામી બસ સ્ટેશન બંધ કરી તમામ બસોના રૂટ નવા બસપોર્ટથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. નવું બસપોર્ટ શરૂ થયાના 12 દિવસમાં રિક્ષાચાલકોનો વિરોધ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બસપોર્ટ ખાતે કેટલીક વખત પ્લેટફોર્મમાં જગ્યા ન હોવાથી બસો પણ બહાર રાખવી પડે તેવી સ્થિતિ
ઉભી થઇ છે. તો હવે રિક્ષા સ્ટેન્ડ વગર બહાર ઉભી રહેતી રિક્ષાઓને ડિટેઇન કરવાના બદલે રિક્ષાને કાયમી સ્ટેન્ડ આપવા માંગ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો