તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વચ્ચે કલરફુલ ધૂળેટી:'બલમ પિચકારી જો તુને મુજે મારી' ગીત પર રાજકોટીયન્સની ધૂળેટીમાં ધૂમ, ડીજેના તાલે યુવતીઓ ગરબે ઘૂમી

રાજકોટ2 મહિનો પહેલા
  • યુવતીઓ અને નાના બાળકો એકઠા થઇ ધુળેટી રમ્યા

એક તરફ કોરોના વાયરસનો કહેર અને બીજી તરફ રંગોનો પર્વ એટલે કે ધુળેટી તહેવાર, આજે ધૂળેટીનો પર્વ છે અને આ પર્વની ઉજવણી સમૂહમાં કે જાહેર રસ્તા પર ઉજવવા માટે સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારના પ્રતિબંધને ધ્યાનમાં રાખી રાજકોટીયન્સે આ પર્વની રંગે ચંગે ઉજવણી કરી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જાનકી કોમ્પલેક્ષમાં આજે યુવતીઓ અને નાના બાળકો એકઠા થઇ અગાસી પર ડીજેના તાલે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરી હતી.

રણબીર-દીપિકાના સોંગ પર જુમ્યા રાજકોટીયન્સ
વર્ષ 2013 માં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની 'યે જવાની, હૈ દિવાની' ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં ધુળેટીના પર્વને રજૂ કરતું ગીત 'બલમ પિચકારી' પ્રદર્શિત થયું હતું. જે ગીત આજે પણ ધુળેટીના પર્વ પર લોકમુખે પ્રચલિત છે. આ જ ગીત પર રાજકોટીયન્સે ઠુમકા લગાવી, મન મૂકી, રંગોના પર્વની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

રંગોના પર્વની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી
રંગોના પર્વની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી

ગરબાના સાથે ધુળેટીની ઉજવણી
રાજકોટની ઓળખ એટલે ગરબા, તહેવાર કોઇ પણ હોય તેના પર ગરબા ન રમે ત્યાં સુધી તે પર્વની ઉજવણી અધૂરી માનવામાં આવે છે. અને આજે રાજકોટીયન્સ ધુળેટીના પર્વમાં પણ ગરબા રમતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત યુવક અને યુવતીઓ અલગ-અલગ ગીતો પણ મન મૂકીને ડાન્સ કર્યા હતા.

ગરબા રમતા નજરે પડ્યા હતા
ગરબા રમતા નજરે પડ્યા હતા

રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગની જરૂર પડશે
કોરોના મહામારીના આ એક વર્ષમાં અનેક તહેવારો પ્રતિબંધો સાથે ઉજવાયા ત્યારે ઉત્સાહ અને ઉલ્લાસના રંગ પર્વ એટલે કે ધુળેટીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પરંતુ રાજકોટમાં રંગે રમવા લોકો ઘેલા બન્યા છે. મોટાપાયે થતા સામુહીક રંગોત્સવના એક પણ કાર્યક્રમને આ વર્ષે મંજૂરી આપવામાં આવી નથી જેની સામે શેરી-ગલીઓમાં આસપાસના લોકો એકઠા ન થાય તે માટે રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવાની આજે ખુબ જરુર પડશે.

મિત્રો સાથે મળી પર્વની ઉજવણી કરી
મિત્રો સાથે મળી પર્વની ઉજવણી કરી

બાળકોએ ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી
હાલ તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ સ્વિમિંગ પૂલ સહિતના જાહેર સ્થળો પણ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે ધુળેટી તહેવાર ઉજવવા માટે શહેરની ગલીઓમાં અને પોતાના રહેણાંક મકાન પાસે અને એપાર્ટમેન્ટ નીચે બાળકો દ્વારા એકબીજાને રંગોળી અને પિચકારી ઉડાડી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં રંગો અને કલર વાળા પાણીની પિચકારીઓ સાથે બાળકોએ તેમજ પરિવારે એકબીજા ઉપર રંગો છાંટી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી હતી.

પિચકારી સાથે પર્વની ઉજવણી કરી
પિચકારી સાથે પર્વની ઉજવણી કરી

ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી
આજે ધુળેટીનું પર્વ હોવાથી સવારે 8 વાગ્યાથી જ રસ્તાઓ પર 600 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે અને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ છે.ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી છે. જેમાં બંદોબસ્ત માટે 350 પોલીસ અધીકારી-કર્મચારીઓ, SRPની બે કંપની અને 100 થી વધુ હોમગાર્ડ જવાનો ફાળવાયા છે. ઉપરાંત 15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા છે અને 30 ફીકસ પોઇન્ટ પર પોલીસ જવાનો ખડેપગે ફરજ પર કાર્યરત છે.

પોલીસ જવાનો ખડેપગે ફરજ પર કાર્યરત
પોલીસ જવાનો ખડેપગે ફરજ પર કાર્યરત
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો