તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ભીડ ક્યારે અટકશે:ટોકન દરે મીઠાઈ અને ફરસાણ લેવા રાજકોટીયન્સ ઉમટ્યા, કોવિડ ગાઇડલાઇનનો છડે ચોક ભંગ, દો ગજ કી દુરી ભુલાઈ, ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

રાજકોટએક મહિનો પહેલા
મોટી સંખ્યામાં લોકો ફરસાણ અને મીઠાઈ લેવા માટે પહોંચ્યા હતા
  • જન્માષ્ટમીના તહેવાર નિમિતે 100 રૂપિયામાં એક કિલો મીઠાઈ અને એક કિલો ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

રાજકોટ શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આજે સામાજિક સંસ્થા દ્વારા ટોકન દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું જો કે આ સમયે વિતરણ દરમિયાન મોટી સંખ્યમાં લોકો ફરસાણ અને મીઠાઈ લેવા પહોંચ્યા હતા પરંતુ તેમાં સોસીયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું અને કોવિડ ગાઇડલાઇન નું પાલન થતું ન હતું. ત્યારે આવા જ દ્રશ્યો વારંવાર જોતા સંભવિત ત્રીજી લહેર વહેલી આવે તો આ વાતને નકારી શકાય તેમ નથી.

ત્રીજી સંભિવત લહેર આવતા રોકી શકાશે નહિ
ત્રીજી સંભિવત લહેર આવતા રોકી શકાશે નહિ
મોટી સંખ્યામાં લોકો ફરસાણ અને મીઠાઈ લેવા માટે પહોંચ્યા હતા
મોટી સંખ્યામાં લોકો ફરસાણ અને મીઠાઈ લેવા માટે પહોંચ્યા હતા

ત્રીજી લહેરને સામે ચાલી આમંત્રણ અપાયું
રાજકોટના વાણીયાવાડી ખાતે જલારામ ચોક નજીક જીવરાજ હોસ્પિટલ પાસે જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિતે આજે 100 રૂપિયામાં એક કિલો મીઠાઈ અને એક કિલો ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો ફરસાણ અને મીઠાઈ લેવા માટે પહોંચ્યા હતા જ્યાં કોવિડ ગાઇડલાઇનનું પાલન થતું ન હતું અને લોકો કોરોનની ત્રીજી લહેરને સામે ચાલી આમંત્રણ આપતા હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું હતું.

રાજકોટના મેયર, શહેર ભાજપના પ્રમુખ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છતાં તેમણે આ અંગે મૌન સેવ્યું હતું
રાજકોટના મેયર, શહેર ભાજપના પ્રમુખ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છતાં તેમણે આ અંગે મૌન સેવ્યું હતું
વારંવાર નિયમોના ભંગ
વારંવાર નિયમોના ભંગ

ટ્રસ્ટના કાર્યકર્તાઓએ માસ્ક ન પહેર્યા
લાંબી લાઈનો લગાવી લોકો સવારથી ફરસાણ અને મીઠાઈ લેવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 12,000 જેટલી કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેની સામે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હતા છતાં તેઓ આ અંગે મૌન સેવ્યું હતું. એટલું જ નહિ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ પણ કીટ વિતરણ દરમિયાન માસ્ક ન પહેર્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે જો આજ રીતે વારંવાર નિયમોના ભંગ થતા રહેશે તો ત્રીજી સંભિવત લહેર આવતા રોકી શકાશે નહિ તે વાત નિશ્ચિત છે.

ટ્રસ્ટના કાર્યકર્તાઓએ માસ્ક ન પહેર્યા
ટ્રસ્ટના કાર્યકર્તાઓએ માસ્ક ન પહેર્યા
અન્ય સમાચારો પણ છે...