• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkotians Forgot Corona And Started Celebrating Diwali With Fireworks, The City Was Ablaze With Colorful Lights, An Atmosphere Of Great Excitement

પ્રકાશનું પર્વ:રાજકોટીયન્સે કોરોનાને ભૂલી ઢોલના તાલે દિવાળી ઉજવી, રાસ ગરબા રમી ફટાકડા ફોડયા, જબરદસ્ત ઉત્સાહનો માહોલ

રાજકોટએક મહિનો પહેલા
ફટાકડા ફોડવામાં લોકો મગ્ન થયા
  • ચોપડા પૂજન કર્યા બાદ વેપારીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી

દેશ અને રાજ્યભરમાં દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજકોટીયન્સે કોરોનાને ભૂલી ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી શરુ કરી હતી. સાથો સાથ ફટાકડા સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. હાલ રાજકોટમાં ચોતરફ દિવાળી પર્વની અતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ઔદ્યોગિક નગરી રાજકોટ કોરોનાકાળ બાદ ફરી એક વખત વેગવંતી થઈ છે. તમામ ક્ષેત્રની અંદર ખૂબ જ સારી રીતે રોજગાર-ધંધાઓ ધમધમી ઊઠ્યા છે. છેલ્લા દસ- પંદર દિવસમાં રાજકોટની તમામ માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. જેને પગલે વેપારીઓમાં ખુશહાલી વ્યાપી હતી અને ચોપડા પૂજન કર્યા બાદ વેપારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

કોરોનાને ભૂલી ફટાકડા ફોડ્યા
કોરોનાને ભૂલી ફટાકડા ફોડ્યા
બાળકોએ પણ મન મૂકીને ફટાકડા ફોડ્યા
બાળકોએ પણ મન મૂકીને ફટાકડા ફોડ્યા
દીપ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી
દીપ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી
ફટાકડા ફોડવામાં લોકો મગ્ન થયા
ફટાકડા ફોડવામાં લોકો મગ્ન થયા
દીપ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી
દીપ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી
ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી શરુ કરી
ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી શરુ કરી
ફટાકડાના રંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા
ફટાકડાના રંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા

બાળકોમાં પણ ફટાકડા ફોડવાનો અનેરો ઉત્સાહ
દિવાળી નિમિત્તે આજેઘર આંગણે રંગોળીનું આકર્ષણ અકબંધ રહ્યું છે તો ઘેર-ઘેર દીવડા પ્રગટાવવાની પરંપરા પણ યથાવત્ રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકો મેળાયા લઈને તેલ પુરવા માટે નીકળ્યા હતા. બાળકોમાં પણ ફટાકડા ફોડવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટીયન્સે લોકોએ ફટાકડા ફોડવાની સાથે બજારમાંથી ખરીદી પણ કરી હતી. ત્રિકોણ બાગ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, ગુંદાવાડી, પેલેસ રોડ, યાજ્ઞિક રોડ, સોની બજાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સદર બજાર વગેરે વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માનવ મેદની જ દેખાતી હતી. સદર બજારમાં ફટાકડાની સવારથી ખરીદી ચાલુ થઈ ગઇ હતી.

ઘેર-ઘેર દીવડા પ્રગટાવવાની પરંપરા પણ યથાવત રહી
ઘેર-ઘેર દીવડા પ્રગટાવવાની પરંપરા પણ યથાવત રહી
ફટાકડા સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી
ફટાકડા સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી
ઢોલ વગાડી ફટાકડા સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી
ઢોલ વગાડી ફટાકડા સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી

દિવાળીની ઉજવણી વાધ બારસથી આરંભાય છે
હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું દ્યાર્મિક અને વૈજ્ઞાાનિક મહત્વ રહેલું છે. અમાસની ઘોર અંધારી રાત્રે દીપ પ્રગટાવી અજ્ઞાાનરૃપી અંધકાર જ્ઞાાનરૃપી પ્રકાશના દિવડા પ્રગટાવી દૂર કરવાના તહેવાર દિવાળીની ઉજવણી વાધ બારસથી આરંભાય છે.વાઘ બારસે મા સરસ્વતીજીની,ધનતેરસે મા લક્ષ્મીજી અને કાળી ચૌદસે મા મહાકાલીની આરાધના બાદ દિવાળીના મહાપર્વે મા શારદાનું વિધીવત પૂજન સાથે ચોપડા પૂજન કરાય છે. વિક્રમ સંવત 2077ના આજના છેલ્લા દિવસે પરંપરાગત ઉજવણી હાથ ધરાશે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી વર્તાશે. જયારે રાત્રીના સમયે ઠેર ઠેર બીલ્ડીંગો,પેઢી,દુકાનો અને ઘરોમાં દિપ સહિતની રોશની પ્રગટાવી ફટાકડાઓની આતશબાજી સાથે ઉમંગનું આ દીપ પર્વ શ્રધ્ધાભેર ઉજવાશે.

ફટાકડા ફોડવામાં લોકો મગ્ન થયા
ફટાકડા ફોડવામાં લોકો મગ્ન થયા