નવો ટ્રેન્ડ:પેકેજના બદલે પોતાની કારમાં ફરવા જવાની રાજકોટિયન્સની પહેલી પસંદ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરવાના શોખીન રાજકોટવાસીઓએ ફરવાની પેટર્ન બદલી

કોરોના બાદ લોકો સલામતીના કારણોસર ગ્રૂપ ટૂરનું આયોજન કરવાનું ટાળી રહ્યા છે. અજાણ્યા લોકો સાથે બેસી પ્રવાસ ખેડવાનું જોખમ લેવા માગતાં નથી તેથી ફરવાના શોખીન રાજકોટવાસીઓએ ફરવાની પેટર્નમાં ફેરફાર કર્યો છે. જેમાં પેકેજ ટૂરના બદલે રાજકોટિયન્સ પોતાની કારમાં ફરવા જવાની પહેલી પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ આસપાસ અને ધાર્મિક સ્થળોએ પરિવાર સાથે જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

ભારતમાં ફરવા જવામાં ગુજરાતીઓ હરહંમેશ અગ્રેસર હોય છે. કોરોનાના કારણે છેલ્લા 18 મહિનાથી લોકો ખાસ ફરવા જઈ શક્યા નથી. હાલમાં દિવાળી તહેવાર પર કોરોનાની સ્થિતિ કાબૂમાં છે એટલે લોકો પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનો ઉત્સાહભેર આયોજન કરી રહ્યા છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે ટૂર પ્લાનર અને ફરવા જનાર લોકો સાથે વાત કરી જાણ્યું કે દિવાળી વેકેશનમાં લોકો શું વિચારી રહ્યા છે અને તેમના પ્લાનિંગ શું છે.

કોરોના બાદ લોકો સલામતીના કારણોસર ગ્રૂપ ટૂરનું આયોજન કરવાનું ટાળી રહ્યા છે. અજાણ્યા લોકો સાથે બેસી પ્રવાસ ખેડવાનું જોખમ લેવા માગતાં નથી. એટલે આ વર્ષે ગ્રૂપ ટૂરનું પ્રમાણ ઘણું ઓછું છે. લોકો અત્યારે ખર્ચની પરવાહ કરતા નથી. ગુજરાતીઓ ફરવા જવા માટે ટેવાયેલા છે અને છેલ્લા 18 મહિનાથી ફરવા જવા મળ્યું નથી. એટલે અત્યારે મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માગે છે. તેથી રાજકોટ આસપાસના પર્યટન સ્થળ પર જવાનું તેમજ ફાર્મહાઉસ કે વીકેન્ડ હાઉસમાં જવાનું આયોજન કરી રહ્યા છે. જેમાં સાસણ ગીર, દીવ, દ્વારકા, સોમનાથ સહિતના નજીકના સ્થળ પસંદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...