મેચનો ઉત્સાહ:રાજકોટીયન્સે ભારતની જીત માટે હવન કર્યો,30 બાય 10 ફૂટની વિશાળ LED સ્ક્રીન લગાવી, ક્રિકેટ પ્રેમીઓમાં જુસ્સો, રોમાંચ છવાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • જૈન વિઝન ટ્રસ્ટના ટ્રસ્ટી મિલન ભાઈ કોઠારી દ્વારા યજ્ઞનું આયોજન

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આજની રોમાંચક મેચને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર ભારત વાસીઓમાં આજની મેચને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર મોટી સ્ક્રીન સાથે સમૂહમાં મેચ નિહાળવા આયોજન કરવામાં આવ્યા છે ત્યારે આ સાથે આજની મેચમાં ભારતની જીત માટે હવન કરી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.

શાનદાર જીત માટે યજ્ઞનું આયોજન
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આજની ટી-20 મેચને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં જૈન વિઝન ટ્રસ્ટના ટ્રસ્ટી મિલન ભાઈ કોઠારી દ્વારા ભારત ટીમની શાનદાર જીત માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક રીતે મંત્રોચાર કરી હવન કરી ભારત ટીમની શાનદાર જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ભારત ટીમને ચીયરઅપ કરશે
આ સાથે આજે 30 બાય 10 ફૂટની વિશાળ LED સ્ક્રીન લગાવી ભારત અને પાકિસ્તાન મેચનું લાઇવ ટેલિકાસ્ટ રાખવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો એક સાથે એકઠા થઇ આજની આ રોમાંચક મેચ નિહાળશે અને રાજકોટીયન્સ રાજકોટમાં બેસી ભારત ટીમને ચીયરઅપ કરશે. અને જીતના વિશ્વાસ સાથે જીતનો જશ્ન મનાવવાની પણ તૈયારી દાખવી છે.