તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર એટેક:રાજકોટના યુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક થયું

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટના યુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં રહેતા અને રિલાયન્સ સિક્યુરિટીસમાં સર્વિસ મેનેજર તરીકે નોકરી કરતા ભૂપતભાઇ ગોસાઇ નામનો યુવાન નિયમિતપણે ફેસબુક સહિતની સોશિયલ સાઇટનો ઉપયોગ કરે છે. ત્રણ દિવસ પહેલા મોબાઇલ પર ફેસબુક ખોલવા જતા પાસવર્ડ માગ્યો હતો. જેથી યુવાને ફેસબુક બંધ કરી દીધું હતું. બાદમાં રવિવારે મિત્રનો ફોન આવ્યો કે તમારા ફેસબુક પર અન્ય કોઇનો ફોટો છે અને તેમાં હેકર તમુર લખેલું છે. જેથી ફેસબુક ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ ખુલ્યું નહીં. એટલે મિત્રના મોબાઇલથી પોતાનું ફેસબુક ચેક કરતા એકાઉન્ટ હેક થયાનું જોવા મળ્યું હતું. આ અંગે ભૂપતભાઇએ પોલીસ કમિશનરને મેલથી ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો