અકસ્માત:પડધરીના સરપદડ પાસે કાર પૂલ સાથે ધડાકાભેર અથડાતા રાજકોટના યુવાનનું મોત, બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવાનની ફાઇલ તસવીર.
  • કાર ચલાવી રહેલા મિત્રને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ પાસે કાર પૂલ સાથે અથડાતા કારમાં બેઠેલા રાજકોટના યુવાન અશોકભાઇનું મોત નીપજ્યુ હતું. આથી બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવ્યા છે. જ્યારે તેના મિત્રને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે પડધરી પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

કાર મિત્ર જ ચલાવતો હતો
પ્રાપ્ત વિગત મુજબ પડધરીના સરપદડ ગામ પાસે ખંભાળા રોડ પર પૂલ સાથે કાર નં.જીજે-06-એલબી-9301 અથડાતા કારમાં બેઠેલા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યૂ મહાવીરનગર શેરી નં. 3માં રહેતા અશોકભાઈ દયાળજીભાઈ દસાડીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે કાર ચાલક તેના મિત્ર કલ્પેશભાઈ મનસુખભાઈ જોગડીયાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા પડધરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મૃતકને સંતાનમાં બે પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામનાર અશોકભાઈ દસાડીયા ચાર ભાઈઓમાં મોટા હતા અને સંતાનમાં બે પુત્રો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક અશોકભાઈ ગાંધીગ્રામ વિસ્તારમાં મોર્ડન હેર આર્ટ નામે દુકાન ધરાવે છે. બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઈએ કારના ચાલક કલ્પેશભાઈ જોગડીયા સામે ફરીયાદ કરતા પડધરીના પીએસઆઈ એ.એ. ખોખરે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...