અકસ્માત:વેરાવળ નજીક અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોંડલમાં અકસ્માતમાં રાજકોટના રિક્ષાચાલક પ્રૌઢનું મૃત્યુ

સોમનાથ-વેરાવળમાં ચાર દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ ગોંડલમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક રાજકોટના પ્રૌઢનું મૃત્યુ થયું હતું. કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે સોખડા રોડ પર રહેતો સંજય મનુભાઇ પરમાર ગત તા.14ના આઇશર મેટાડોર હંકારીને સોમનાથ-વેરાવળથી રાજકોટ આવવા નીકળ્યો હતો અને વેરાવળથી દશેક કિ.મી. રાજકોટ તરફ પહોંચ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને સોમવારે તેનું મોત નીપજ્યું હતું.

યુવાન પુત્રનાં મોતથી પરમાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અન્ય એક બનાવમાં ગુંદાવાડીમાં રહેતા સુધીરભાઇ કાંતિલાલ દવે (ઉ.વ.50)ની પુત્રીને હાથમાં દુખાવો થતો હોય અને તેની ગોંડલમાં સારવાર ચાલુ હોય રવિવારે સુધીરભાઇ પુત્રી અને પત્નીને રિક્ષામાં બેસાડી ગોંડલ પહોંચ્યા હતા અને ગોંડલના ભોજપરામાં હતા ત્યારે ઇકો કારના ચાલકે ઠોકરે લેતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી, અક્સ્માતમાં ઘવાયેલા સુધીરભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...