અકસ્માત:અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના યુવકનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ નજીક પલટી ખાઇ ગયેલા ટેન્કર પાછળ કાર ઘૂસી ગઇ’તી, એક યુવકે દમ તોડી દીધો’તો

ગોંડલના જામવાડી પાસે રવિવારે પલટી ખાઇને પડેલા ટેન્કરની પાછળે કાર ઘૂસી જતાં રાજકોટના એક યુવકનું એ જ દિવસે મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા તેના મિત્રએ સારવાર દરમિયાન દમ તોડી દેતા અકસ્માતનો મૃત્યુઆંક બે થયો હતો.

રાજકોટના ગુંદાવાડીમાં રહેતો મિથિલેશ પરેશભાઇ ચાપાનેરી (ઉ.વ.22) અને તેનો મિત્ર રાહુલ કમલેશભાઇ વસાણી (ઉ.વ.23) રવિવારે કારમાં ગોંડલ તરફથી રાજકોટ આવી રહ્યા હતા અને જામવાડી પાસે પહોંચ્યા હતા ત્યારે જામવાડી નજીક પલટી ખાઇ ગયેલા ટેન્કર પાછળ કાર ઘૂસી ગઇ હતી. કાર ધડાકાભેર અથડાતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને અકસ્માતમાં ઘવાયેલા મિથિલેશ તથા રાહુલને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાહુલનું એ જ દિવસે મૃત્યુ થયું હતું જ્યારે મિથિલેશનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ખડધોરાજીના મહિલાનો એસિડ પી આપઘાત
કાલાવડના ખડધોરાજી ગામે રહેતા બિન્દુબેન પ્રવીણભાઇ સોલંકી (ઉ.વ.33)એ પોતાના ઘરે એસિડ પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મંગળવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિન્દુબેનના પતિ પ્રવીણભાઇ કડિયાકામ કરે છે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પેરેલિસિસની બીમારીથી કંટાળી મહિલાએ પગલું ભર્યાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...