દિવાળી વેકેશન:રાજકોટ યાર્ડમાં 8 નવેમ્બર સુધી રજાનો માહોલ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના અનુસંધાને રાજકોટ યાર્ડમાં મિનિ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ આજથી થશે અને આઠ દિવસ સુધી રજાનો માહોલ રહેશે. અનાજ વિભાગ એટલે કે બેડી યાર્ડ, શાકભાજી, ઘાસચારા, બટેટા અને ડુંગળી વિભાગમાં અલગ- અલગ રજા જાહેર કરવામાં આવી છે. આ રજાના દિવસોમાં હરાજી સહિતની કામગીરી બંધ રહેશે. બેડી યાર્ડમાં આજે 3 નવેમ્બરથી રજા શરૂ થશે જે 8 નવેમ્બર સુધી વેકેશન રહેશે.

બેડી યાર્ડમાં રજા પૂર્વે કપાસની માત્ર 4600 ક્વિન્ટલ આવક થઇ હતી. જે સામાન્ય દિવસો કરતા ઓછી હતી. જ્યારે એ સિવાયની અન્ય જણસીની આવક શૂન્ય રહી હતી. બેડી યાર્ડમાં રજાના અનુસંધાને 8 નવેમ્બર રાત્રિના 11.00 સુધી મુખ્ય માર્કેટ યાર્ડમાં તમામ આવક બંધ રાખવામાં આવેલ છે.આ સિવાય પોપટભાઈ સોરઠિયા- સબ યાર્ડ એટલે કે શાકભાજી વિભાગમાં 5 થી 9 નવેમ્બર સુધી 5 દિવસની રજા રહેશે. બટેટા વિભાગમાં 5 થી 7 નવેમ્બર સુધી 3 દિવસ, ડુંગળી વિભાગમાં 4 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી પાંચ દિવસ અને 5 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી ઘાસચારા વિભાગમાં 2 દિવસની રજા રહેશે.

અન્ય સમાચારો પણ છે...