હની ટ્રેપ:રાજકોટની મહિલાએ ધોરાજીના ખેડૂતને પોતાની જાળમાં ફસાવ્યા, સોનાની વીંટી અને 4 લાખ પડાવ્યા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ખેડૂતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભેંસાણના ધોળવાના ખેડૂત યુવાનને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનો કારસો કરવા અંગે પકડાયેલી રાજકોટની નામચીન જીન્નત નામની યુવતી સહિતની ટોળકીએ જેતપુરના યુવાન અને રાજકોટના કારખાનેદાર પાસેથી રૂ. ત્રણ લાખ પડાવ્યાનું ખૂલ્યું હતું. બાદમાં આ ટોળકીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ધોરાજીનાં 59 વર્ષીય આધેડને પણ શિકાર બનાવી રૂ.4 લાખ અને સોનાની વીંટી પડાવી લીધાનો ગુનો પોલીસમાં દાખલ થયો છે.

જીન્નતે અગાઉથી જ પ્લાન ઘડી રાખ્યો હતો
ધોરાજીના 59 વર્ષીય ખેડૂત શંભુભાઈ સાથે પણ આવું જ થયું, જ્યાં શંભુભાઈન ભાગીયા પરબત ઠાકોર, ભરત પારઘીએ શંભુભાઈને એવું કહ્યું હતું જીન્નત તેમના પરિવારની જ વ્યક્તિ છે અને જીન્નતને કારમાં અકાળા ગામે મૂકી જવામાં આવે રસ્તામાં સરકલીયા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં રોડ પર અગાઉના કાવતરા મુજબ અરવિંદ ગજેરા બાઈક પાછળ આવ્યો હતો અને કાર અટકાવી મારી પત્નીને કેમ લઈ જાવ છો? તેમ કહીં ધમકાવી ખેડૂતને તમાચા ઝીંકી ઝઘડો કર્યો હતો. આ ઝઘડા વખતે જ નાની પરબડીના પરબત ઠાકોર, ભરત પારઘી આવી ગયા હતા અને કારમાં ગુપ્ત રીતે અપહરણ કરી લઈ ગયા હતા. આ શખસોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ડરાવી ધમકાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. સાથે અવારનવાર ફોન કરી ચાર લાખ જેવી રોકડ રકમ પડાવી લીધી હતી.

જીન્નત અરવિંદ અને ભરત સાથે મળી લોકોની લૂંટતી
રાજકોટની હની ટ્રેપના ગુનાની નામચીન જીન્નત મોરવાડિયા, અરવિંદ ગજેરા અને ભરત પારઘીને જૂનાગઢ પોલીસે દબોચી લીધા બાદ આ ટોળકીની હની ટ્રેપમાં આવેલ અનેક ભોગ બનનાર લોકો સામે આવ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા ખૂલ્યું હતું કે, જેતપુરના પટેલનગરમાં રહેતા નિલેશ વિનોદભાઈ પીઠડિયા નામના યુવાન સાથે રાજકોટની જીન્નત છેલ્લા બે મહિનાથી સંપર્કમાં આવી હતી. બાદમાં નિલેશને જીન્નત વોટ્સએપ કોલ અને મેસેજ કરીને રોમાન્ટિક વાતો કરતી હતી. આ રીતે નિલેશને મોહજાળમાં ફસાવ્યો હતો મળવા બોલાવી રૂ.2 લાખ પડાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...