તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભદ્ર સમાજનો અભદ્ર કિસ્સો:રાજકોટની મહિલાને પુના રહેતા પતિ-સાસુનો શારીરિક-માનસિક ત્રાસ, ગર્ભમાં રહેલા અઢી મહિનાના બાળકના ધબકારા બંધ થતા ગર્ભપાત કરાવવો પડ્યો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાગીના તથા ઘરવખરીની ચીજવસ્તુ બાબતે અવારનવાર મેણાટોણા મારવામાં આવતા હતા

રાજકોટ માવતરના ઘરે આવેલી મહિલાને દાગીના તથા ઘરવખરીની ચીજવસ્તુ બાબતે મેણાટોણા મારી પૂના ખાતે રહેતો પતિ, સાસુ, મામાજી અને ફઇજી સાસુ શારીરિક-માનસિક ત્રાસ આપતા ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગર્ભમાં રહેલા અઢી મહિનાના ધબકારા બંધ થતા ગર્ભપાત કરાવવાની નોબદ આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક નજીક જનકલ્યાણ એપાર્ટમેન્ટમાં માવતર સાથે રહેતા મહિલાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પૂનામાં દેહુ રોડ કીવલે, લેખા ફાર્મની બાજુમાં રહેતા પતિ નયન દિલીપભાઇ મહેતા, સાસુ જયશ્રીબેન દીલીપભાઇ મહેતા, મામાજી સસરા જીતેન્દ્રભાઇ શાંતીલાલભાઇ મહેતા અને ફઇજી સાસુ કલ્પનાબેન અજયભાઇ મહેતા નામ આપ્યા છે.

લગ્નના ત્રીજા દિવસે જ પતિ મેણાટોણા મારવાનું શરૂ કર્યું
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માવતરે છેલ્લા એક વર્ષથી રહે છે. પોતાના લગ્ન 12 માર્ચ 2020ના રોજ મુળ મુંબઇ તથા હાલ પુનામાં રહેતા નયન મહેતા સાથે થયા હતા અને બંનેના બીજા લગ્ન છે. લગ્ન બાદ ત્રીજા દિવસથી જ પતિ તારા માતા-પિતાએ પહેરામણીમાં કશું આપ્યું નથી. તેમ મેણાટોણા મારતા અને સાસુ કરિયાવરમાં સોનાનું બ્રેસલેટ કે કબાટ તથા ઘરવખરીની ચીજવસ્તુઓ આપી નથી.

ઘરમાં પંખા પણ શરૂ કરવા દેતા નહીં
આ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા તથા પોતાને વાપરવાના અને મોબાઇલ રીચાર્જના પૈસા પણ માવતરેથી લઇ આવવાનું કહેતા તેમજ પતિ પોતાના પર હાથ પણ ઉપાડી લેતા હતા. તેમજ પતિ સાસુ નજીવી બાબતમાં પોતાના માતા-પિતા અને મામાને ગાળો આપી તેઓને હલકા ચિતરવાની કોઇ પણ તક જતી કરતા નહીં. તેમજ રસોઇની બાબતમાં રોક ટોક તથા ઘરમાં પંખા પણ શરૂ કરવા દેતા નહીં. આ બધી બાબતે પોતાની માતાને જણાવી હતી.

પ્રેગ્નેન્સીના અઢી મહિનામાં જ બાળકના ધબકારા બંધ થઇ ગયા હતા
આ સાથે વધુમાં તેણે જણાવ્યું હતું કે, તેમના પતિ દ્વારા તેના પર ખોટી અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોતે પોલીસ મથકમાં હાજર થતા પોલીસને તમામ બાબતો જણાવતા પોલીસે પતિને આવી ખોટી ફરિયાદ ન કરવા અને બીજીવાર હેરાન ન કરવા સમજાવી પોલીસે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ પોતે ગર્ભવતી થતા હવે બધુ સારૂ થઇ જશે. એવી આશાએ પોતે રહેવા લાગ્યા હતા. પરંતુ પતિ અને સાસુ વારંવાર શારીરીક માનસીક ત્રાસ આપતા હતા.

ભાઈના લગ્નમાં રાજકોટ આવતા ગર્ભપાત કરાવાની નોબત આવી
બાદમાં પોતાના ભાઇના લગ્ન હોય, તેથી પોતે મુંબઇથી રાજકોટ આવેલ જ્યાં પોતાની પ્રેગ્નેન્સીના અઢી મહિનામાં જ બાળકના ધબકારા બંધ થઇ ગયા હતા. જેથી ડોક્ટરે ગર્ભપાત કરવવાનું કહ્યું હતું. બાદ પતિને જાણ કરતા પતિને ભરોસો ન હોય તેથી તેણે ડોક્ટરના રિપોર્ટ મંગાવતા પિતાએ તેના વોટ્સએપમાં રિપોર્ટ મોકલ્યા હતા. પરંતુ પતિએ વાત માનેલ નહીં અને હું આવી શકુ તેમ નથી. તમારે જે નિર્ણય લેવો હોય તે લઇ લો તેમ કહી પતિ કે સાસુ કોઇ રાજકોટ આવ્યા નહીં. બાદમાં પોતાની તબિયત ખરાબ થતા ડોક્ટરના કહેવાથી ગર્ભપાત કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...