તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ અને સાસરિયાનો ત્રાસ:રાજકોટની પરિણીતાને લગ્નના બીજા જ દિવસે ખબર પડી, પતિને બીજી સાથે અફેર છે, પતિ, સાસુ, અને જેઠાણી વિરૂઘ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

રાજકોટ3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • પરિણીતાને જેઠાણીએ ગરમ કુકર મારી દઝાડી દીધી
  • હું મારૂ ઘર સંસાર ન બગડે તે માટે બધું સહન કરતી - ફરિયાદી યુવતી

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ શક્તિ પાર્કમાં રહેતી પરિણીતાએ પતિ,સાસુ અને જેઠાણીના ત્રાસ અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં પતિ લગ્ન બાદ પાડોશી યુવતી સાથે અફેર ધરાવતો હતો અને જેઠાણી તેમજ સાસુ કામ તેમજ કારીયાવર બાબતે ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું.

'જો આવુ કરું તો તુ મારા પપ્પા ને જાણ કરી શકે છે' - ફરિયાદીનો પતિ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી બે વર્ષની દિકરી આજ્ઞા સાથે મારા માવતરના ઘરે છેલ્લા ત્રણ વર્ષ થી રહુ છું. મારા લગ્ન રીતરિવાજ મુજબ મનીષભાઇ વલ્લભભાઇ સોનાણી સાથે તા.04/12/2016 ના રોજ રાજકોટ થયા હતા.મારા સાસરીયામાં અમે બંન્ને પતિ - પત્ની તથા મારા સાસુ - સસરા અને મારા જેઠ - જેઠાણી એમ સંયુક્તમાં રહેતા હતા.લગ્નના બીજા જ દિવસે મને ખબર પડી કે મારા પતિ ને અમારા ઘરની બાજુવાળાની છોકરી સાથે અફેર હોય અને તેની સાથે અમોને કહ્યા વગર જતો રહેલ જે બાબત ની મને ખબર પડેલ અને મે તે વાત મગજ માં લીધેલ નથી અને એક વખત જતુ કરી દીધું તો પણ મારા પતિ ને અવાર નવાર છોકરીઓ સાથે અફેર કરવાની ટેવ હોય અને ત્યાર બાદ મારા પતિ અભ્યાસ માટે સરદાર પટેલ ભવન ખાતે આવ્યા ત્યા પણ આવી જ રીતે અવાર નવાર બીજી છોકરીઓ સાથે ફરતો જેની જાણ મે તેના મોબાઇલ માં વાંચી લીધેલ ત્યારે ખબર પડી ગયેલ ત્યારે મે તેને આ બધુ શું છે?તેમ કહેતા તો મારા પતિ એ મને કહેલ કે હવે હું આવું કંઇ નહી કરૂ અને જો આવુ કરું તો તુ મારા પપ્પા ને જાણ કરી શકે છે.

'હું મારૂ ઘર સંસાર ન બગડે તે માટે બધું સહન કરતી' - ફરિયાદી યુવતી
ફરિયાદી યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે,લગ્ન બાદ મારા સાસુ લક્ષ્મીબેન વલ્લભભાઈ સોનાણી તથા મારી જેઠાણી કાજલબેન ચેતનભાઈ મને ઘરકામ બાબતે રોકટોક કરતા અને મને કરિયાવર બાબતે પણ મેણાટોણા મારતા અને મારા સાસુ મારા મમ્મી ને ફોન કરી ને કહેતા કે 'તમે તમારી દિકરી ને કરિયાવર મા કાઇ આપ્યુ નથી' અને મને પણ કહેતા કે 'તું તારા માવતર ના ઘરેથી કાંઇ લઇને આવી નથી' તેવુ અવાર-નવાર સંભાળાવતા હતા તેમજ મારી જેઠાણી મારા પતિને મારા વિરુધ્ધ ખોટી ચઢામણી કરતા કહેતી કે 'તારી પત્ની ને કાઇ કામ અને રસોઇ બનાવતા પણ નથી આવડતી' અને મારો પતિ તેની આ બધી વાત માનીને મારી સાથે નાની બાબતોમાં ઝગડો કરી,મને અપશબ્દો કહીને પરેશાન કરતો પરંતુ હું મારૂ ઘર સંસાર ન બગડે તે માટે બધું સહન કરતી પરંતુ મારો પતિ મારા સાસુ તથા મારા જેઠાણી કહે તેમ જ કરતો અને મને પણ કહે તો કે તારે પણ મમ્મી અને ભાભી કહે તેમ કરવાનુ.

'જેઠાણીએ મને ગરમ કુકર મારી દિધેલ અને હું દાઝી ગઇ' - ફરિયાદી યુવતી
FIR માં ફરિયાદી યુવતી એ વધુમાં જણાવ્યું હતું કે, એક વખત રસોડા મા હું કામ કરતી હોય અને મારી જેઠાણી મારી સાથે વાત કરતા કરતા ઝગડો કરી મને ગરમ કુકર મારી દિધેલ અને હું દાઝી ગઇ ત્યારે મારા સાસુએ ઉપરાણું લેવાને બદલે એમ બોલેલ કે ’તુ મરી જા તો મારા દિકરા ને બીજે પરણાવી દેશુ એટલે વધુ કરીયાવર આવે’ અને ત્યારબાદ થોડા સમય બાદ હું પ્રેગ્નેન્ટ હોય અને દવા લેવા જવાનું હોય જેથી ડોકટર ને ત્યા બતાવવા જવાનું હોય તો મારો પતિ કોઇ જાતનું ધ્યાન આપતો નહીં અને મને અવાર નવાર એમ કહેતો હોય કે મારે પરીક્ષા છે, હું તને તારા માવતરના ઘરે રાજકોટ મુકી જાવ બાદ મારો પતિ મને તેડવા આવે નહી અને કહેતો કે તુ ત્યાં જ રહે છે.'

પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ આદરી છે.
મારા લગ્ન પહેલા વાત થયેલ હતી કે અમો બંને પતિ પત્ની રાજકોટ ખાતે રહેશુ પરંતુ લગ્ન બાદ ગામ સણોસરા ખાતે સંયુકત પરિવાર માં રહેતા મારી ડીલીવરી બાદ હું છેલ્લા 3 વર્ષ થી મારા માવતર ના ઘરે છુ.પતિ મારી ડિલીવરી બાદ મારી ખબર કાઢવા આવેલ નથી કે ત્યાર બાદ મને તેડવા આવેલ નથી.મારા પતિ એ મારા પિતાને જણાવ્યું કે તમારી દિકરી ને તમે રાખો મારે જોઇતી નથી અને હું રાજકોટ ખાતે રહેવા નહી આવુ તમારી દિકરી ને મોકલવી હોય તો સુરત મોકલો તો સમાધાન કરુ.અને ત્યારબાદ મારા પતિ કે મારા સાસરીવાળા તરફથી સમાધાન માટે કયારેય ફોન કરેલ નથી કે મને તેડવા આવેલ નથી.આ અંગે મહિલા પોલીસમાં પતિ,સાસુ ને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો