નરાધમો ઝડપાયા:રાજકોટની ત્યક્તા આર્થિક મદદ માટે ગોંડલ ગઇ, 6 શખ્સે ખુલ્લા પ્લોટમાં લઇ જઇ આખી રાત 3-3 વાર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ધરપકડ

રાજકોટ7 મહિનો પહેલા
ગોંડલ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી.
  • 7 ઓક્ટોબરના રોજ રાતના સમયે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો
  • ગેસ્ટહાઉસમાં ઇન્કાર કરતા 1 શખ્સ રાજકોટ મોકલીદેવાનું કહી ખુલ્લા પ્લોટમાં લઇ ગયો

રાજકોટની ત્યક્તા આર્થિક મદદ માટે ગોંડલ ગઇ હતી અને એક શખ્સને મળી હતી. પહેલા ગેસ્ટહાઉસમાં શરીરસંબંધ બાંધવાની વાત થતા મહિલાએ માથાકૂટ કરતા ભગવતપરા હરભોલે સોસાયટી પ્રમુખસ્વામી પાર્કના ખુલ્લા પ્લોટમાં 6 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. 6 શખ્સોએ આખી રાત મહિલા પર ત્રણ-ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. છ શખ્સોએ અત્યાચાર આચર્યા પછી મહિલાને કોલેજ ચોક ખાતે ઉતારી જતા રહ્યા હતા અને બાદમાં મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ગોંડલ પોલીસ રાજકોટ મહિલાની ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે છ શખ્સની ધરપકડ કરી
રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં રહેલી મહિલાએ ગોંડલના છ શખસ વિરુદ્ધ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાની સાથે જ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા, સિટી પી.આઈ. સંગાડા, પી.આઇ. ગોહિલ તેમજ પી.એસ.આઇ. બી.એલ. ઝાલા સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકમાં નિખિલ ચંદુલાલ દાફડા, પ્રવીણ સોમાભાઈ પરમાર, રાહુલ મનસુખભાઈ રાદડિયા, અજય ઉર્ફે ગની વિનોદભાઈ દેરવાડિયા, મહેશ ભીખાભાઈ માનસુરીયા અને કલ્પેશ નરસિભાઈ પરમારને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

છ શખ્સને પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
છ શખ્સને પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

7 ઓક્ટોબરની રાતે મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું
આ અંગે ગોંડલ Dysp પી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરના રોજ રાતના સમયે ગોંડલ શહેરમાં રાજકોટની મહિલા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આથી ગોંડલ પોલીસની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મહિલાની ફરિયાદ નોંધી હતી. બાદમાં સામુહિક દુષ્કર્મના છ આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આગળની તપાસ ચાલુ છે.

પોલીસે આરોપીઓ પાસેથી દુષ્કર્મમાં ઉપયોગમાં લીધેલા વાહનો કબ્જે કર્યા.
પોલીસે આરોપીઓ પાસેથી દુષ્કર્મમાં ઉપયોગમાં લીધેલા વાહનો કબ્જે કર્યા.

મહિલા આર્થિક મદદ માટે ગોંડલ ગઇ હતી
રાજકોટની 50 વર્ષની મહિલાએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં છ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 32 વર્ષ પૂર્વે થયા હતા, અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, 13 વર્ષ પૂર્વે પતિ સાથે છૂટાછેડા બાદ એકલી રહેતી હતી અને કેટલાક સમયથી તેનો ભત્રીજો સાથે રહે છે. કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોય ગત તા.7ના ભત્રીજાને આ અંગે વાત કરતાં ભત્રીજાએ ગોંડલ રહેતા મિત્ર અકબર પાસે જવાનું કહેતા ગોંડલ બસ સ્ટેશને ગઇ હતી. ત્યાં અકબરે નજીકમાં આવેલા અમૃત ગેસ્ટહાઉસમાં જવાનું કહ્યું હતું.

મહિલા આર્થિક મદદ માટે ગોંડલ ગઇ હતી.
મહિલા આર્થિક મદદ માટે ગોંડલ ગઇ હતી.

મહિલા ન માનતા છ શખ્સે રાજકોટ મોકલી દેવાની વાત કરી
થોડીવાર બાદ અકબર ગેસ્ટહાઉસમાં પહોંચ્યો હતો એ રૂ.300 આપી જતો રહ્યો હતો, થોડીવાર બાદ નિખિલ ચંદુ દાફડાનો ફોન આવ્યો હતો અને રાત્રે 9 વાગ્યે નિખિલ તથા તેનો મિત્ર પ્રવીણ ત્યાં પહોંચ્યા હતા. નિખિલે મહિલાને કહ્યું હતું કે, પ્રવીણ તારી સાથે શરીરસુખ માણશે અને તેના બદલામાં રૂ.500 આપશે તેમજ ગેસ્ટહાઉસનું રૂ.500 ભાડું ચૂકવશે, થોડીવાર બાદ મહિલા અને પ્રવીણ રૂમમાં ગયા હતા ત્યાં મહિલાએ રૂ.500ની માગ કરતાં બંને વચ્ચે બોલાચાલી થતાં મહિલાએ નિખિલને અને પ્રવીણે તેના બે મિત્ર રાહુલ તથા અજયને ફોન કરતાં તે ત્રણેયે ગેસ્ટહાઉસે પહોંચ્યા હતા અને દાફડાએ મહિલાને બસમાં બેસાડી રાજકોટ મોકલી દેવાની વાત કરી તમામ લોકો ગેસ્ટહાઉસમાંથી બહાર નીકળી ગયા હતા.

બાઇકમાં બેસાડી ખુલ્લા પ્લોટમાં લઇ ગયા અને દુષ્કર્મ આચર્યું
નિખિલ દાફડાએ પોતાના બાઇકમાં મહિલાને બેસાડી દીધી હતી અને અન્ય શખ્સો અલગ અલગ વાહનોમાં તેની સાથે ચાલવા લાગ્યા હતા. રસ્તામાં નિખિલે મહિલાને દબાણ કર્યું હતું કે, પ્રવીણ સાથે જવું પડશે તેમ કહી પ્રવીણના સ્કૂટરમાં મહિલાને બેસાડી દીધી હતી અને સ્કૂટરમાં મહિલાની પાછળ રાહુલ પણ બેસી ગયો હતો. રાહુલ અલગ વાહનમાં તેની સાથે જતો હતો જ્યારે નિખિલ ત્યાંથી રવાના થઇ ગયો હતો. પ્રવીણ સહિતના શખ્સો મહિલાને ભગવતપરા હરભોલે સોસાયટી પ્રમુખસ્વામી પાર્કના ખુલ્લા પ્લોટમાં લઇ ગયા હતા અને ત્યાં મહેશ નામનો શખ્સ હાજર હતો.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરી.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરી.

પ્રવીણે મહિલાના કપડાં ઉતારી નાખ્યા હતા
પ્રવીણે વાડીમાં હાજર તમામ લોકો સાથે શરીરસંબંધ બાંધવાનું કહેતા મહિલાએ ઇન્કાર કર્યો હતો ત્યારે પ્રવીણે મહિલાના કપડાં ઉતારી નાખ્યા હતા અને વાડીમાલિક મહેશે મહિલા પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, ત્યારબાદ પ્રવીણ અને રાહુલ તથા ત્યારબાદ કલ્પેશ અને અજયે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. છએય શખ્સે રાત દરમિયાન ત્રણ વખત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.

મહિલા જેતપુર પોતાની સહેલીના ઘરે પહોંચી હતી
વહેલી સવાર સુધી મહિલા પર અત્યાચાર ગુજાર્યા બાદ સવારે છ વાગ્યે મહિલાને પ્રવીણ, રાહુલે કોલેજ ચોકમાંથી ઇકો કારમાં બેસાડી રાજકોટ તરફ રવાના કરી હતી. છ છ શખ્સના
અત્યાચારનો ભોગ બનનાર મહિલાએ જેતપુર રહેતી તેની સહેલીને ફોન કરતા સહેલીના કહેવાથી તે જેતપુર ગઇ હતી અને ત્યાં આપવીતી વર્ણવી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યક્તાની આપવીતીથી પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને પોલીસે છ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...