તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટનાં વોર્ડ નં.12નાં લોકો ચૂંટણીને લઇ વિફર્યા, કહ્યું- અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો મત નહિં, 60 ઘર વચ્ચે બે ટેન્કરથી એકાતરા પાણી વિતરણ

રાજકોટ20 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકોટના વોર્ડ નં.12માં રસ્તા વચ્ચે કુંડીઓ અને ટેન્કરની રાહમાં લોકો બેરેલની લાઇન કરી દે છે.
  • વોર્ડ નં. 12માં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિક લોકોએ મતદાન બહિષ્કાર સુધીની ચીમકી ઉચ્ચારી
  • 8 વર્ષ થયાં છતાં હજુ પાણીના ટેન્કર જ આવે છે, અમારા વિસ્તારમાં કોઇ ગટરની સુવિધા નથી- સ્થાનિક

રાજકોટનાં વોર્ડ નં 12માં પાયાની સુવિધાને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે DivyaBhaskarની ટીમ વોર્ડ નં 12નાં લોકોની વ્યથા જાણવા પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે આ વોર્ડમાં પાયાની સુવિધાનો જ અભાવ હતો. કાચા રસ્તા, ગંદકી, કચરાનાં ઢગલા જોવા મળ્યા હતાં. સ્થાનિક લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો મત નહિં આપીએ. પાણીના ટેન્કર એકાતારા આવે છે. તેમજ રસ્તા વચ્ચે કુંડી હોવાથી અકસ્માતનો ડર રહે છે. 60 ઘર વચ્ચે એકાતરા પાણીના માત્ર બે જ ટેન્કર આવે છે.

ટેન્કર આવે એટલે મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ થાય છે- મહિલા
ગૌરીબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણીની રામાયણ છે. બેડા પછાડીએ છીએ. ટેન્કર આવે એટલે મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ થાય છે. અમને પાણીની લાઈન અને રોડ બનાવી દ્યો એટલી જ માંગ છે. પાણી નહિં આપે તો આ વખતે મત આપવો જ નથી. લોકો પાણી માટે વલખા મારે છે. રોજ એક બેડું પાણી ભાગમાં આવતું નથી.

8 વર્ષ થયાં છતાં પાણીના ટેન્કર આવે છે- સ્થાનિક
કૃણાલ નાયક નામના યુવાને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે. 8 વર્ષ થયાં છતાં હજી પાણીની લાઈન નાખવામાં આવી નથી. હજુ પણ પાણીના ટેન્કર આવે છે. લોકો પાણી મેળવવા માટે બેરલ મૂકી જાય છે. આ સિવાય ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી અકસ્માતનો ડર રહે છે. ગેસની લાઈન હજુ સુધી આવી નથી.

સ્થાનિક કૃણાલ નાયક અને વિપીનભાઇ વિંઝુડા.
સ્થાનિક કૃણાલ નાયક અને વિપીનભાઇ વિંઝુડા.

60 ઘર વચ્ચે 2 ટેન્કર આવે છે અને એકાતરા- સ્થાનિક
વિપીન વિંઝુડા નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, પાણીની કોઇ વ્યવસ્થા નથી. એકાતરા ટેન્કર આવે છે. અમારા વિસ્તારમાં ઓછામાં ઓછા 60 ઘર છે. તેમાં એકાતરા બે ટેન્કર આવે છે. તેમજ અમારા વિસ્તારમાં કોઇ ગટરની વ્યવસ્થા પણ નથી. આથી ગંદકી ફેલાય છે અને રોગચાળાની ભિતિ સેવાઇ રહી છે. ઉમેદવારો મત માગવા આવશે ત્યારે તેમને આ બધી સમસ્યા જણાવીશું અને યોગ્ય કરવા વિનંતી કરીશું.

આઠ વર્ષ થવા છતા પાકા રસ્તા બન્યા નથી.
આઠ વર્ષ થવા છતા પાકા રસ્તા બન્યા નથી.

રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને ગંદકીની સમસ્યા
વોર્ડ નં. 12માં સ્થાનિકોની મુખ્ય સમસ્યા નગર એટલે કે નળ,ગટર અને રસ્તાને લગતી છે. આ વોર્ડ કોંગ્રેસે કબ્જે લીધો છે. કોર્પોરેટરોનો પણ આક્ષેપ છે કે, શાસકો દ્વારા વોર્ડના કામોમાં અડચણ નાખવામાં આવે છે. છતાં વોર્ડમાં પુરેપુરી ગ્રાન્ટ વાપરવામાં આવી છે. પેવિંગ બ્લોકના કામ ઘણા કર્યા છે. અને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં મહદ અંશે સફળતા મેળવી છે. સારા કામની વાત કરીએ તો બાપા સિતારામચોકથી ઉમિયા ચોકમાં સિમેન્ટ રોડ બનાવવા, નવી આંગણવાડી તથા
કમ્પાઉન્ડ હોલ બનાવી આપવામાં આવ્યો છે.

આ વોર્ડમાં નવા રસ્તાઓ બનાવવાની માંગ
સ્થાનિકોની માંગ છે કે, સોસાયટી અને અમુક વિસ્તારના રસ્તા ખખડધજ હાલતમાં છે. ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય પુરતો વેરો ભરવા છતાં પીવાના પાણીની સમસ્યા છે. સાથોસાથ ગંદકી અને રસ્તાની આજુબાજુમાં સફાઇની કામગીરી આંખે ઉડીને વળગે છે.

લોકોમાં રોષ જોવા મળ્યો.
લોકોમાં રોષ જોવા મળ્યો.

સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ થઇ જાય છેઃ સ્થાનિક
સ્થાનિક વસંતભાઇએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં ખખડધજ રોડ છે. સ્ટ્રીટ લાઇટમાં વારંવાર બંધ થઇ જાય છે. જેને લઇ અકસ્માતનો ભય રહે છે. મોહિતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરોએ ચૂંટણી સિવાય વિસ્તારમાં ચક્કર લગાવ્યા નથી. મત માગવા સમયે ઠાલા વચનો આપ્યા છે. સ્વચ્છ રાજકોટની વાત કરતા કોર્પોરેટરોએ ક્યારેક વિસ્તારની શેરી-ગલીઓમાં ચક્કર લગાવવા જોઇએ

ડીજીટલ ભારતની માત્ર વાતો થઇ રહી છેઃ સ્થાનિક
ભાર્ગવભાઇ પરીખે જણાવ્યું હતું કે, ડીજીટલ ભારતની વાતો થઇ રહી છે. અનેક કોર્પોરેટરો પુરી ગ્રાન્ટ પણ વાપરતા નથી. ત્યારે સોસાયટીમાં અને વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો