તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટમાં રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર તેજ કરી રહ્યાં છે. ભાજપ દ્વારા રોજબરોજ અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારોને રીઝવવા પ્રયાસ કરે છે. આજે વોર્ડ નં.10ના ઉમેદવારો ડ્રેગન ફ્રૂટ સાથે પ્રચારમાં નીકળ્યાં હતા. ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટના નામે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ડ્રેગન ફ્રૂટ કમળના ફૂલ જેવો આકાર ધરાવતું હોવાથી કમલમ નામ રાખવામાં આવ્યું છે.
વોર્ડ નં. 10માં પાટીદાર સમાજનું પ્રભુત્વ
વોર્ડ નં.10ના ભાજપના ઉમેદવારો જ્યોત્સના ટીલાળા, ડો.રાજેશ્રી ડોડીયા, નરેન્દ્રસિંહ વાઘેલા અને ચેતન સુરેજા આજે ડ્રેગન ફ્રૂટ હાથમાં લઇને પ્રચાર કરી જનસંપર્ક કરતા નજરે પડ્યાં હતા. વોર્ડ નં.10માં કુલ 54583 મતદારો છે અને આ વોર્ડમાં પાટીદાર સમાજનું પ્રભૂત્વ છે. અનોખા પ્રચારમાં ઉમેદવારો ડ્રેગન ફ્રૂટ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે.
ગઇકાલે ભાજપે કમળના ફૂલ સાથે પ્રચાર કર્યો હતો
ગઇકાલે કોંગ્રેસના ગઢ સમાં રાજકોટના વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર જોવા મળ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારો હાથમાં કમળ લઇ અને પ્રચારમાં નીકળ્યા હતા. રાજકોટ વોર્ડ નંબર 3માં વર્ષોથી લોકો પંજાને એટલે કે કોંગ્રેસને મત આપી રહ્યા છે અને વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયને આવી રહ્યા છે. માટે આ વખતે ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીએ ખાસ નવી પદ્ધતિ અપનાવી હતી. જેમાં તેઓ હાથમાં કમળ લઇ અને લોકોને કમળને મત આપવા અપીલ કરી હતી.
કોંગ્રેસ પ્રચારમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલના ભાવમાં આજે 28 પૈસાનો વધારો થતાં 85.73 અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થતાં 84.94 રૂપિયા પહોંચ્યો છે. સતત ભાવ વધતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચારમાં પણ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.