તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રાજકોટ ટ્રાફિક-પોલીસનો છબરડો, ગોંડલના કારચાલકને ઝીબ્રાલાઇન ક્રોસિંગનો દંડ ફટકાર્યો, પણ મેમોમાં એક્ટિવાનો ફોટો આવ્યો

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇ-મેમોમાં કારને બદલે એક્ટિવાનો ફોટો આવ્યો. - Divya Bhaskar
ઇ-મેમોમાં કારને બદલે એક્ટિવાનો ફોટો આવ્યો.
  • મેમોમાં ઝીબ્રાલાઇનની આસપાસ ક્યાંય પણ ગોંડલની કાર દેખાતી નથી

રાજકોટ ટ્રાફિક-પોલીસ છાશવારે છબરડાઓ કરી ગોંડલના વાહનચાલકોને વારંવાર મેમો ફટકારી રહી છે. મહત્ત્વનું એ છે કે ગોંડલના વાહનચાલકો રાજકોટ આવ્યા ન હોવા છતાં પણ મેમો આવી રહ્યા છે. રાજકોટ ટ્રાફિક-પોલીસનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ગોંડલના કારચાલકને ઝીબ્રાલાઇન ક્રોસિંગનો દંડ ફટકાર્યો છે, પરંતુ મેમોમાં એક્ટિવાનો ફોટો આવ્યો છે.

ઝીબ્રા ક્રોસિંગ કર્યાનો 500 રૂપિયાનો કારચાલકને દંડ ફટકાર્યો ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને ગવર્નમેન્ટ કોન્ટ્રેક્ટરનું કામ કરતા કાર્તિકભાઈ દુધાત્રા GJ-03-KH-1801 નંબરની ટાટા નેક્સા કાર ધરાવે છે. તેમને રાજકોટ ટ્રાફિક-પોલીસ દ્વારા ગત તારીખ 6 જાન્યુઆરીમાં કેકેવી ચોક પાસે ઝીબ્રાલાઇન ઉલ્લંઘન કર્યાનો રૂપિયા 500નો દંડ ફટકારતો મેમો મોકલવામાં આવ્યો છે, પરંતુ મેમોની અંદર એક્ટિવાનો ફોટો છપાયો છે. ઝીબ્રાલાઇનની આસપાસ ક્યાંય પણ કાર્તિકભાઈ દુધાત્રાની કાર જોવા મળતી નથી.

14 દિવસ પહેલાં ગોંડલના એક્ટિવાચાલકને ઇ-મેમો ફટકાર્યો હતો
ગોંડલની નાની બજારમાં કામદાર સાડીના શો રૂમમાં કામ કરતા અને ધારશી પારેખની શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ હસમુખભાઈ ઉદેશી ગ્રે કલરનું GJ03 KE 8312 એક્ટિવા ધરાવે છે. કોઈ દિવસ એક્ટિવા લઈ રાજકોટ ગયા ન હોવા છતાં રાજકોટ ટ્રાફિક-પોલીસ દ્વારા 2 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યે કુવાડવા રોડ ઉપર હેલ્મેટ પહેર્યા વગર પસાર થવા અંગે રૂ. 500નો દંડ ફટકારતો ઇ-મેમો આપવામાં આવ્યો હતો.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...