આંદોલન:લૂઝ મીઠાઈમાં બેસ્ટ બી ફોર યુઝ ડેટ લખવા સામે રાજકોટના વેપારીઓનો વિરોધ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવાના ફરજિયાત કાયદા સામે રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશન અને મીઠાઈના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ નિયમની અમલવારી અટકાવવા માટે સોમવારે રાજકોટ અને ગુજરાતના મીઠાઈના વેપારીઓ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મળવા ગયા હતા.

રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગત 11મીએ રાષ્ટ્રીય એસોસિએશને કેન્દ્રમાં રૂબરૂ રજૂઆત કરી હતી અને ત્યારે નવા કાયદાનો અમલ મોકૂફ રાખવાનું સરકારે આશ્વસાન આપ્યું હતું. છતાં ચાર દી’બાદ પરિપત્ર ઈસ્યૂ કરી દેવાતા વિરોધ નોંધાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...