તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઈરલ:કોરોના મહામારી વચ્ચે રાજકોટથી સુરત જતી ખાનગી વોલ્વો બસમાં ઘેટા-બકરાની જેમ મુસાફરો ભર્યા

રાજકોટ10 મહિનો પહેલા
રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં ખીચોખીચ ભરેલા મુસાફરો - Divya Bhaskar
રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં ખીચોખીચ ભરેલા મુસાફરો
  • મુસાફરોને બસમાં ઉભા રહેવાની પણ જગ્યા નહીં, મોટાભાગના મુસાફરો માસ્ક વગર જોવા મળ્યાં

રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રોજ 100 કેસ નોંધાય રહ્યા છે અને મોતની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. કોરોના માહામારી વચ્ચે રાજકોટથી સુરત જતી ખાનગી વોલ્વો બસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ બસ શ્રીવ્રજરાજ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. આ બસમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને ભરી દેવામાં આવ્યા છે. આ રીતે મુસાફરોને ભરવામાં આવશે તો કોરોના વિસ્ફોટો દિવસેને દિવસે વધતા જતા તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.

મુસાફરો માસ્ક વગર જોવા મળ્યાં બસની અંદર મુસાફરી કરી રહેલા એક મુસાફરે જ વીડિયો ઉતારી વાઈરલ કર્યો છે. વીડિયોમાં જોવા મળ્યા મુજબ સ્લીપર કોચ બસમાં વચ્ચે પણ જગ્યામાં મુસાફરોને ખીચોખચ ભરી દેવામાં આવ્યા છે. આ મુસાફરોમાં મોટાભાગના મુસાફરોએ મોઢે માસ્ક પણ બાંધ્યા નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. બસની ગેલેરીમાં મુસાફરોને ઉભા રહેવાની પણ જગ્યા મળી નથી તેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વહીવટી તંત્ર કોરોના અંગે જાગૃતિના વિવિધ આયોજનો કરી રહ્યું છે
એક તરફ રાજકોટમાં કોરોના બેકાબૂ બનતા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર લોક જાગૃતિના બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ રેલવે અને એસટી બસ પોર્ટ પર મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટની પણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ વીડિયો લોકો માટે લાલબત્તી સમાન છે.