દુર્ઘટના:રાજકોટથી નેપાળ જતી ખાનગી બસને યુપીમાં અકસ્માત, 5નાં મોત : 20ને ઇજા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટમાં રહેતા નેપાળી પરિવારના લોકો વતન પહોંચે તે પહેલા કાળ ભેટ્યો
  • ધુમ્મસને ​​​​​​​કારણે બંધ ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતાં દુર્ઘટના સર્જાઇ

રાજકોટથી નેપાળ જવા શનિવારે નીકળેલી સ્લિપર કોચ બસ ઉત્તરપ્રદેશના આગ્રા એક્સપ્રેસ હાઇવે પર પહોંચી હતી ત્યારે બંધ ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતાં ચાર નેપાળી અને એક બસચાલક સહિત પાંચના સ્થળ પર જ મૃત્યુ થયા હતા, જ્યારે 20 મુસાફરને ઇજા થતાં લખનૌ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાથી નેપાળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બસ ધડાકાભેર ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઇ
નેપાળના વતની અને રાજકોટ તથા રાજકોટની આસપાસના વિસ્તારોમાં રહી નોકરી-ધંધો કરતા નેપાળી લોકોને વતનમાં જવા માટે દર મહિને માધાપર ચોકડીથી ખાનગી ટ્રાવેલ્સની એક સ્લિપર કોચ બસ ઉપડે છે, આ બસનું સંચાલન નાનામવા રોડ પરના પંચશીલ એપાર્ટમેન્ટના ચોકીદારના રૂમમાં રહેતા ચંદર સાઉદ કરે છે, ગત શનિવારે સાંજે પણ માધાપર ચોકડીથી જય ભવાની લખેલી સ્લિપર કોચ બસ નેપાળ જવા રવાના થઇ હતી અને તેમાં 40 મુસાફર હતા, સોમવારે વહેલી સવારે પોણાચાર વાગ્યાના અરસામાં આ બસ યુપીના આગરા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર પહોંચી હતી ત્યારે બંધ ઊભેલી ટ્રક ધુમ્મસને કારણે બસચાલકને દેખાઇ નહોતી અને બસ ધડાકાભેર ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઇ હતી.

રાજકોટ રહેતા નેપાળી પરિવારમાં ગમગીની છવાઇ

અકસ્માત સર્જાયો ત્યારે મોટાભાગના મુસાફરો બસમાં સૂતા હતા, બસ અથડાતા મુસાફરોની ચિચિયારીથી રોડ ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં બસના એજન્ટ અને રાજકોટ રહેતા ચંદર સાઉદ (ઉ.વ.50), લલિત સાઉદ (ઉ.વ.35), માન સાઉદ (ઉ.વ.40) ભીમનગર પાસે રહેતા નિર્મળા બોહરા નામના મહિલા તેમજ બસના ચાલક ઉત્તરપ્રદેશના વતની સહિત પાંચના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે ઘવાયેલા 20 મુસાફરને એ વિસ્તારની ખાનગી તેમજ કેટલાકને લખનૌ હોસ્પિટલમાં ખસેડાયા હતા, રાજકોટથી નેપાળ જવા નીકળેલી બસને અકસ્માત નડ્યાની અને તેમાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયાના સમાચાર મળતા રાજકોટ રહેતા નેપાળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...