તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય નિષ્ઠા:ફરજનિષ્ઠાને નડી નહીં દિવ્યાંગતા શેરીમાં બાળકોને ભણાવતી રાજકોટની શિક્ષિકા, નાનપણથી વાંચનના શોખે જીવનની દિશા બદલી

રાજકોટ11 દિવસ પહેલાલેખક: મારુત ત્રિવેદી
 • કૉપી લિંક
 • પોતાના ખર્ચે બાળકોને ભોજન, નોટ, ચોપડી વિગેરે ખરીદી આપે છે

મનોબળ દ્રઢ હોઈ તો કોઈ પણ તકલીફ તમને ડગાવી શક્તિ નથી તે વાતને રાજકોટની દિવ્યાંગ શિક્ષિકા શિલ્પાબેન ડાબીએ સાર્થક કરી છે. 38 વર્ષીય મહિલા કે જે, પછાત વિસ્તારના બાળકોને ભણાવી સારી કેળવણી આપી રહી છે અને તેમનું ધ્યાન પણ રાખે છે. જન્મતાના એક વર્ષમાં ભયાનક તાવ આવતા દિવ્યાંગ બન્યા છતા માતા-પિતાના સાથ સહકારથી ઉચ્ચ અભ્યાસ કર્યો અને સરકારી નોકરી શરૂ કરી. દિવ્યાંગ હોવાના કારણે ઘણી તકલીફો લોકોના મહેણાં-ટોણાં સહન કરવા પડ્યા છે. જો તે સમય દરમિયાન સહેજ પણ આત્મ-વિશ્વાસ ડગમગ્યો હોત તો જે બાળકોની સેવા કરવામાં આવી રહી છે તે સહેજ પણ શક્ય ન બની શકી હોત.

રાજકોટના છેવાડે આવેલી શાળા નં 97માં શિક્ષિકા તરીકે ફરજ ભજવતા શિલ્પાબેને જણાવ્યું હતું કે, તેઓ દૂરની શાળામાં અભ્યાસ કરાવતા હોવાથી તેઓ બાળકોને જમવાનું, સ્ટેશનરી, જેવી ચીજ વસ્તુઓ આપી મુક્ત વાતાવરણમાં અભ્યાસ કરાવે છે. હાલની કોવીડ સ્થિતિને ધ્યાને લઇ શાળામાં અભ્યાસ કરાવો શક્ય નથી, જેથી શેરી શિક્ષણ આપવામાં આવે છે. તેમના જણવ્યા મુજબ તેઓએ ઘણા ઉતાર-ચડાવ જોયેલા છે, જેમાંથી વાંચન અને આધ્યાત્મિકતા એજ જીવન જીવતા શીખવાડ્યું અને મનોબળ મજબુત બનાવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો