તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રાજકોટ તાલુકા યુવા ભાજપે યોજી રક્તદાન શિબિર

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિનને અનુલક્ષી 14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તા.17ના રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ ડી.કે.સખિયા, તાલુકા પ્રમુખ વલ્લભભાઇ સેખલિયા, રાજકોટ જિલ્લા યુવા મહામંત્રી રોહિતભાઇ વી.ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત હેવ વીથ હેપીનેસના પ્રમુખ નિશ્ચલ જોષી અને યુથ નેશન ફાઉન્ડેશનના રાજ જગતસિંહના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે તેમના જીવનને સ્પર્શતી ફિલ્મ બતાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોદીની હકારાત્મક અને ચેતનવંતી ઊર્જાથી યુવાનોને પ્રેરણા આપતા પ્રવચનો ફિલ્મમા બતાવવામાં આવ્યા હતા. લઘુ વીડિયો ફિલ્મનું લોંચીંગ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...