નિર્ણય:વિદ્યાર્થીઓ સંક્રમિત થતા રાજકોટ સ્વનિર્ભર શાળા સં. મંડળે કોવિડ કેર કમિટીની રચના કરી, શાળા બંધ કરવી એ વિકલ્પ નથી: પ્રમુખ

રાજકોટએક મહિનો પહેલા
  • સંચાલક, વાલી, ડોક્ટર અને આચાર્યનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો
  • અઠવાડિયામાં બે દિવસ કેર કમિટી ચેકીંગ કરી રિપોર્ટ કરશે તૈયાર

રાજકોટમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોનાની શાળામાં એન્ટ્રી થતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે. આ મુદ્દે શાળા સંચાલક મંડળે કોવિડ કેર કમિટીની રચના કરી છે. જેમાં શાળા સંચાલકથી વિદ્યાર્થીના વાલી સુધીના 50 લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ અંગે આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે,શાળા બંધ કરવી એ વિકલ્પ નથી. આ કોવીડ કેર કમિટી દ્વારા સ્કૂલમાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

રિપોર્ટ તૈયાર કરી મંડળને સુપ્રત કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સંક્રમિત થતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બેઠક બોલાવી રાજકોટમાં કોવિડ કેર કમિટી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સંચાલક, વાલી, ડોક્ટર, અને આચાર્યનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટી દ્વારા અઠવાડિયામાં બે વખત ચેકીંગ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ તૈયાર કરી મંડળને સુપ્રત કરવામાં આવશે. થોડા સમય અગાઉ સંચાલક મંડળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા જેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા

મોટો લર્નિંગ લોસ જોવા મળ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે IMA દ્વારા પ્રાથમિક સ્કૂલો બંધ કરવા સૂચન કરાયું હતું જેની સામે સાયન્ટિફિક કારણ હોય અને સરકાર નિર્ણય કરશે તો તે આવકારી સ્કૂલ બંધ કરવામાં આવશે પરંતુ સ્કૂલ બંધ કરવી એ વિકલ્પ નથી પ્રિકોશન્સ મહત્વના છે. કારણ કે પ્રાથમિક વિદ્યાર્થીઓમાં એક મહિના દરમિયાન લર્નિંગ લોસ ખુબ મોટો જોવા મળ્યો છે.

થોડા સમય અગાઉ સંચાલક મંડળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે બેઠક મળી હતી
થોડા સમય અગાઉ સંચાલક મંડળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે બેઠક મળી હતી

શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા કહેવામાં આવ્યું
આ સાથે આરોગ્ય વિભાગ સાથે પણ શાળા સંચાલક મંડળ દ્વારા મિટિંગ કરવામાં આવી હતી અને શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેટલીક સ્કૂલો નિયમોનું પાલન નથી કરતી તેનો પણ સ્વીકાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...