સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શુક્રવારથી ખેલકૂદ રમતોત્સવનો પ્રારંભ થયો છે. રમતોત્સવના પહેલા જ દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.ગોળાફેંક બહેનોનો 24.17 મી. મકવાણા કીર્તિના નામે હતો જે 27 વર્ષ બાદ તોડી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 40.42 મી. સ્થાપિત કર્યો છે.
યુનિવર્સિટીમાં રમતોત્સવનો પ્રારંભ
100મી, 200મી, 400મી, 800મી, 1500મી, 2000મી, 10,000મી, 110મી હર્ડલ્સ, 400 મી. હર્ડલ્સ, હાઈ જમ્પ, ત્રિપલ જમ્પ, શોટપુટ, ચક્ર ફેંક, હેમર થ્રો, જવેલીન થ્રો, 4 × 100 રીલે અને 4 x 400મી રીલે માં ભાઈઓ તથા બહેનોની 19 જેટલી ઇવેન્ટ રમાડાઇ છે જેમાં 75 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો.આ રમતોત્સવમાં 10 હજાર મીટર બહેનોમાં પાટડિયા ભાર્ગવી, ભાઈઓમાં સરવૈયા જયેશ પહેલા નંબરે વિજેતા થયા હતા. જ્વેલીન થ્રોમાં બહેનોમાં રંગાણી દ્દષ્ટિ અને ભાઈઓમાં ધોરિયા વિજય પ્રથમ નંબરે રહ્યા હતા. 100 મીટર દોડમાં ભાઈઓમાં ચોવટિયા હેન્સી જયારે બહેનોમાં પટેલ ગાયત્રી પ્રથમ રહ્યા છે. હાઈ જમ્પમાં બારૈયા કાજલ, શોટ-પુટમાં પાદરીયા ખુશી પ્રથમ ક્રમે વિજેતા થયા છે.
ફૂડ વિભાગ દ્વારા અડદિયા અને ખજૂર રોલના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંત કબીર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ. તથા 5 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ અંતર્ગત જય જલારામ ફરસાણ & સ્વીટમાંથી શુધ્ધ ઘીના અડદિયા અને બહુચરાજી નમકીન & સ્વીટમાંથી ખજૂર રોલના નમૂના લેવામાં આવ્યા હતા.
ગુરૂકુળનાં અમૃત મહોત્સવમાં આજે અમૃત સાગર પ્રદર્શન ખુલ્લુ મુકાશે
રાજકોટ સ્વામી નારાયણ ગુરૂકુળ સંસ્થાનાં અમૃત મહોત્સવમાં આજે સાંજે અમૃત સાગર પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ સહજાનંદનગર, મવડી કણકોટ મેઈન રોડ ખાતે યોજાનાર છે.સ્વામી નારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા અમૃત મહોત્સવમાં અપરંપાર આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શન આજે તા.10નાં રોજ સાંજે પાંચ કલાકે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.