તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કચ્છ રણોત્સવને લઈ STએ રાજકોટથી ધોરડો સુધી વોલ્વો બસ શરૂ કરી, દિવાળી તહેવારમાં 81 એકસ્ટ્રા બસ શરૂ, બસ સ્ટેન્ડમાં મુસાફરોનો મેળાવડો

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટના બસ સ્ટેન્ડમાં મુસાફરોનો મેળાવડો જામ્યો - Divya Bhaskar
રાજકોટના બસ સ્ટેન્ડમાં મુસાફરોનો મેળાવડો જામ્યો
  • રાજકોટથી ધોરડો સુધીની વોલ્વો બસની ટિકિટ 660 રૂપિયા જાહેર કરવામાં આવી

કચ્છ રણોત્સવને લઈને રાજકોટ એસટી ડેપો દ્વારા રાજકોટથી ધોરડો સુધી વોલ્વો બસ શરૂ કરી છે. આ બસ દરરોજ સવારે 6 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ધોરડો સુધી જશે.વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવતા સૌરાષ્ટ્રનો લોકો રણોત્સવનો લાભ લઈ શકશે. જેની ટિકિટ 660 રૂપિયા સુધીનું ભાડુ રાખવામાં આવ્યું છે. દિવાળી તહેવારોને લઈને રાજકોટ ST ડેપો દ્વારા 81 એકસ્ટ્રા બસ શરૂ કરવામાં આવી છે. આજે વતન જવા માટે લોકોનો મેળાવડો બસ સ્ટેન્ડમાં જામ્યો છે.

કોરોના મહામારીમાં લોકોએ ફરવા જવા માટે બસ સ્ટેન્ડમાં મેળાવડો જમાવ્યો
દિવાળીના તહેવારો નિમિતે લોકો હરવા ફરવા જતા હોય છે. તેમજ શ્રમિકો પોતાના વતન પરત ફરતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિતે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં 81 એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. દિવાળીના દિવસથી જ રાજકોટ ST બસ પોર્ટમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં પણ લોકો હરવા ફરવા જઈ રહ્યા છે. એક તરફ તંત્ર સાવચેતી રાખવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે અને બીજી તરફ આ પ્રકારના દ્ર્શ્યો જોઈને એમ જ લાગે જાણે દિવાળી પછી કોરોના બ્લાસ્ટ થાય તો જવાબદારી કોની? તેવો સવાલ ઉઠ્યો છે.

રાજકોટ બસ સ્ટેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
આજે રવિવારે શ્રમિકો અને ફરવા જતા લોકોનો મેળાવડો જોવા મળ્યો છે. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમજ મોટાભાગના મુસાફરોએ મોઢે માસ્ક પણ પહેર્યુ નથી. આથી કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થર્ રહ્યો છે. મુસાફરોના મેળાવડાથઈ કોરોના સંક્રમણ વધે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો