તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટીયનો સાવધાન:થર્ટી ફર્સ્ટે જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરાશે, ફાર્મહાઉસ અને કારખાનામાં પોલીસ ત્રાટકશે, પોલીસ કર્મીને હેડક્વાર્ટર ન છોડવા આદેશ, દારૂ પીનારા સામે કડક કાર્યવાહી

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી - Divya Bhaskar
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી
  • LCBની ત્રણ ટીમ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમ તૈનાત કરવામાં આવશે
  • શંકાસ્પદ લોકોનું જ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે

થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં તહેવારને લઈને પોલીસે તૈયારી કરી રાખી છે. આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટે જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. ફાર્મહાઉસ અને કારખાનામાં પોલીસની ટીમ રેડ કરશે. પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. દારૂ પીનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરાશે
રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. LCBની ત્રણ ટીમ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમ તૈનાત કરવામાં આવશે. દારૂના નશામાં ધૂત લોકો સામે કડક કાર્યવાહી કરાશે. બિન જરૂરી લોકોએ બહાર ન નીકળવા અમારી અપીલ છે. થર્ટી ફર્સ્ટના રોજ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે. આ માટે વધુ સિરિન્જની માગણી કરવામાં આવી છે. શંકાસ્પદ લોકોનું જ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટની રાત્રે શહેરની હોટેલ, ક્લબ કે ફાર્મહાઉસમાં પાર્ટી કરવા ઉપર પ્રતિબંધ, રેસ્ટોરાં પણ રાત્રે 9 વાગ્યે બંધ

થર્ટી ફર્સ્ટને લઈ આયોજન કરવા માટે હજુ સુધી કોઇએ પણ અરજી કરી નથી
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે અગાઉથી જ કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે, જે મુજબ ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે, રાત્રીના નવથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી છે, લગ્ન કે અન્ય કોઇપણ સમારોહમાં 200થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે તેમજ જે સ્થળે અગાઉથી મંજૂરી લઇને આયોજન કરવાનું હોય તે સ્થળે લોકોના એકઠા થવાની ક્ષમતા કરતા 50 ટકા લોકો જ હાજર રાખી શકાશે. કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ કે નવા વર્ષને વધાવવા માટે આયોજન કરવા માટે હજુ સુધી કોઇએ પણ અરજી કરી નથી, અને આ વર્ષે આવા આયોજન ન થાય તે હિતાવહ છે.

મંજૂરી વગર કે છાનેખૂણે કોઇ આયોજન થશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે
શહેરમાં મંજૂરી વગર કે છાનેખૂણે કોઇ આયોજન થશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. શહેરમાં આવેલા ફાર્મહાઉસ કે પાર્ટી પ્લોટમાં પણ પોલીસની વોચ રહેશે. રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં રાત્રીના નવ વાગ્યાથી કર્ફ્યૂ છે આવા સંજોગોમાં શહેરીજનો પોલીસ કમિશનરેટ વિસ્તારની બહાર રાજકોટ જિલ્લા વિસ્તારમાં ફાર્મહાઉસ કે પાર્ટી પ્લોટમાં આયોજન કરશે તો તેના પર જિલ્લા પોલીસની વોચ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો