રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:કોંગ્રેસમાં ફટકો, વોર્ડ નં 11ના મહામંત્રીનું રાજીનામુ, પાર્ટીમાં ઉપેક્ષા થતા કાલે કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નં 11ના કોંગ્રેસના મહામંત્રી રાજુ ગરચર - Divya Bhaskar
વોર્ડ નં 11ના કોંગ્રેસના મહામંત્રી રાજુ ગરચર

રાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ થયાની વિગતો સામે આવી રહી છે. જ્યાં વોર્ડ નં 11ના કોંગ્રેસના મહામંત્રી રાજુ ગરચરે અચાનક રાજીનામુ આપી દીધું છે. તેમણે રાજીનામાંમાં પાર્ટીમાં અવગણના થતી હોવાનું અને કોંગ્રેસના કાર્યક્રમોની જાણ ન કરવાથી નારાજ થયા હોવાનું જણાવ્યું હતું. અને તેમની સાથે આવતીકાલે વોર્ડ નં 11ના કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસમાં ભંગાણ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ખોડલધામમાં ટીલાળાએ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામમાં રાજકારણને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો નિયમ ટ્રસ્ટીઓ અને ચેરમેને બનાવ્યો છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ભાજપે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. આથી નિયમ મુજબ રમેશ ટીલાળાએ ખોડલધામ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજકારણમાં પ્રવેશ કરતા જ રમેશ ટીલાળાએ પોતાનું ટ્રસ્ટી પદેથી ખોડલધામમાંથી રાજીનામું આપ્યું છે.

રમેશ ટીલાળાનું રાજકોટમાં ટોપ 5 બિલ્ડરમાં સ્થાન
રમેશ ટીલાળા લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ સાથે રાજકોટના ટોચના 5 બિલ્ડરોમાંના એક છે, તેઓ પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પરંતુ આજે ટીલાળા ચેરમેન બન્યા બાદ તેઓ આ વિસ્તારના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે.
રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે.

રમેશ ટીલાળા પાસે 7 ઇન્ડસ્ટ્રીઝ છે
રમેશ ટીલાળાએ શાપર-વેરાવળમાં પ્રાથમિક શાળામાં ધો.7 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે વ્યાપાર-ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે ખૂબ મોટુ નામ બનાવ્યું છે. રમેશ ટીલાળા લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે, જન્મ 15 જાન્યુઆરી 1964ના રોજ રાજકોટ જિલ્લાના શાપર ગામમાં થયો હતો. 7 પાસ રમેશ ટીલાળા પહેલા ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા ત્યારે તેમને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો. આ વિચારની શરૂઆત તેમણે કાપડ ઉદ્યોગથી કરી હતી. કાપડ ઉદ્યોગમાં સફળતા મેળવ્યા બાદ તેમણે એક પછી એક નવા ઉદ્યોગ શરૂ કર્યા અને આજે તેમના રાજકોટ અને આણંદમાં કુલ 7 ઉદ્યોગો છે.

મહિલાઓએ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા.
મહિલાઓએ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા.

20 હજાર મતદારોનો મતદાન બહિષ્કાર
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજા પાસે મત માગવા રાજકીય નેતાઓ દોડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ પ્રજા પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.

બેનરમાં મતદાન બહિષ્કાર કરવાના લાખણો લખ્યા.
બેનરમાં મતદાન બહિષ્કાર કરવાના લાખણો લખ્યા.

બેનરમાં આવું લખાણ લખવામાં આવ્યું

  • અમારી સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માગવા આવવું નહીં
  • અમારા વિસ્તારમાં નળ (પિવાનું પાણી) નહીં તો મત નહીં
  • છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરી દીધા બાદ પણ આજદિન સુધી અમારા વિસ્તારને મળ, પાકા રોડ-રસ્તા, જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતની
  • સુવિધાઓ મળતી નથી
  • આથી અમે સોસાયટીમાં રહેતા તમામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ

પ્રચાર શરૂ થતા જ આરોપ-પ્રત્યારોપ શરૂ
વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થતાની સાથે જ વિખવાદ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે રાજકોટ પોલીસ સામે કાયદાના દુરુપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને રાજકોટ પોલીસ કોંગ્રેસના નેતાઓને ફોન કરીને ચેપ્ટર કેસ કરવાની ધમકી આપી રહી છે. ચૂંટણી ઉપર ચેપ્ટર કેસ થાય છે પરંતુ એવા આરોપીઓ સામે કે જેઓ અવારનવાર ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે. જેમાં દારૂ, જુગાર કે ચોરીના આરોપીઓ હોય તેના ઉપર થતા હોય છે. પરંતુ આ પ્રકારની કાર્યવાહીમાં રાજકીય નેતાઓને આમાંથી બાકાત રખાય છે. કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ રાખીને પોલીસ ફોન કરી કરીને પોલીસ મથકમાં હાજર થવા દબાણ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...